દેશમાં 26 જાન્યુઆરી 2020ના દિવસે 71મા ગણતંત્ર દિનની ઉજવણી, જાણો આ દિવસનો ઈતિહાસ

|

Jan 24, 2020 | 7:40 AM

ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશમાં બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું. જેના સન્માનમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ગણતંત્ર તરીકે માનવામાં આવે છે. સાથે તેને પ્રજાસત્તાક દિવસ પણ કહેવામાં આવે છે. આ પણ વાંચોઃ મુકેશ અંબાણીના ઘર […]

દેશમાં 26 જાન્યુઆરી 2020ના દિવસે 71મા ગણતંત્ર દિનની ઉજવણી, જાણો આ દિવસનો ઈતિહાસ

Follow us on

ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશમાં બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું. જેના સન્માનમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ગણતંત્ર તરીકે માનવામાં આવે છે. સાથે તેને પ્રજાસત્તાક દિવસ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’માં તૈનાત ગુજરાતના CRPF જવાનનું ગોળી વાગતા મોત

કેટલાક લોકો પ્રજાસત્તાક દિવસ અને આઝાદી દિવસની વચ્ચે મુંજવણમાં હોય છે. 15 ઓગસ્ટ એ ભારતની આઝાદીનો દિવસ (સ્વતંત્રતા દિવસ) છે. જેથી તેને અંગ્રેજીમાં Independence Day કહેવાય છે. જ્યારે આપણા દેશને બંધારણની પ્રાપ્તી થઈ હતી. અને લોકોને તેના હક અધિકારો મળ્યા હતા. જેથી તેને અંગ્રેજીમાં Republic Day (ગણતંત્ર કે, પ્રજાસત્તાક દિવસ) કહેવામાં આવે છે. તો હવે તમે પણ આ બંને દિવસની કોઈને શુભેચ્છા આપવા માગો છો તે મુંજવણ થશે નહીં.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગણતંત્ર દિવસનો ઈતિહાસ પણ રોમાંચક છે. ભારતીય બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના દિવસે અપનાવવામાં આવ્યું હતું. જેને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરાયું હતું. ડૉ.ભીમરાવ આંબેડકર દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં સંપૂર્ણ બંધારણને આકાર આપી દેશને સમર્પિત કર્યું હતું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. જેને આકાર આપવા માટે બંધારણ સભાના અધ્યક્ષ બાબ સાહેબ, જવાહરલાલ નેહરુ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભ ભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સહિતના મહાનુભાવો પ્રમુખ સદસ્ય હતા.

વર્ષ 1929ના ડિસેમ્બરમાં કોંગ્રેસ દ્વારા આયોજીત લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નેહરુ અધ્યક્ષતા નિભાવી રહ્યા હતા. ત્યારે એક પ્રસ્તાવ પાસ કરવાની સાથે ઘોષણા કરી હતી કે, જો અંગ્રેજ સરકાર દ્વારા 26 જાન્યુઆરી 1930 સુધી ભારતને ડોમીનિયનનો દરજો અપાશે નહીં તો, ભારતને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેવાશે. સાથે આ નેતાઓ દ્વારા આંદોલન પણ શરૂ કરી દેવાયું હતું. જે બાદ 1947માં આઝાદી મળી અને 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article