Remarks on Prophet Muhammad: હિંસા બાદ મુસ્લિમ નેતાઓએ સમર્થકોને કહ્યું ‘રદ કરો પ્રદર્શનની યોજના, શાંતિ જરૂરી છે’

|

Jun 13, 2022 | 8:34 PM

ઘણા રાજ્યોમાં કાર્યરત મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામી હિંદના વરિષ્ઠ સભ્ય મલિક અસલમે કહ્યું છે કે જ્યારે પણ ઈસ્લામનું અપમાન થાય છે, ત્યારે સાથે ઊભા રહેવું દરેક મુસ્લિમની ફરજ છે. પરંતુ આ સમયે શાંતિ અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે.

Remarks on Prophet Muhammad: હિંસા બાદ મુસ્લિમ નેતાઓએ સમર્થકોને કહ્યું રદ કરો પ્રદર્શનની યોજના, શાંતિ જરૂરી છે
Image Credit source: PTI

Follow us on

ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) દ્વારા પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) પર કરવામાં આવેલી ટીપ્પણી બાદ ઉત્તર પ્રદેશના કાનપુરથી (Kanpur) શરૂ થયેલા વિરોધનો સિલસિલો દેશના વિવિધ ભાગોમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ ઘણા ઈસ્લામિક દેશોએ પણ આ મામલે ભારત સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન સોમવારે દેશના મુખ્ય મુસ્લિમ જૂથો (Muslim Groups) અને મસ્જિદો દ્વારા મુસ્લિમોને તેમના નિર્ધારિત વિરોધને રદ કરવાની અપીલ કરવામાં આવી છે.

ઘણા રાજ્યોમાં કાર્યરત મુસ્લિમ સંગઠન જમાત-એ-ઈસ્લામી હિંદના વરિષ્ઠ સભ્ય મલિક અસલમે કહ્યું છે કે જ્યારે પણ ઈસ્લામનું અપમાન થાય છે, ત્યારે સાથે ઊભા રહેવું દરેક મુસ્લિમની ફરજ છે. પરંતુ આ સમયે શાંતિ અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પયગંબર મોહમ્મદને લઈને ભાજપના બે નેતાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. આ પછી દેશભરમાં મુસ્લિમો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

નુપુર શર્મા સામે કરવામાં આવી કાર્યવાહી

જો કે ભાજપ દ્વારા બંને નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. નુપુર શર્માને પાર્ટીના પ્રારંભિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સાથે નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે. આ મામલામાં અત્યાર સુધીમાં પોલીસે જુદા જુદા રાજ્યોમાં 400થી વધુ લોકોની ધરપકડ કરી છે. ઘણા શહેરોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અને કેટલાક શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા શાંતિ જાળવવા પગલા લેવામાં આવી રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પશ્ચિમ બંગાળમાં પણ હિંસા થઈ

સોમવારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે. આ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક બ્લોક કરી દેતાં સવારે પૂર્વ રેલવેના સિયાલદાહ-હશનાબાદ સેક્શનમાં ટ્રેન સેવાઓને અસર થઈ હતી. તેમણે કહ્યું કે વિરોધીઓએ ટ્રેકને રોકવા માટે ટાયરો સળગાવી દીધા હતા અને ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માના પૂતળા બાળ્યા હતા.

તે જ સમયે ઘણા ઈસ્લામિક દેશોએ પણ ભારત સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કતાર, કુવૈત, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈરાક, મલેશિયા, સાઉદી અરેબિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગના દેશોએ અહીં તૈનાત ભારતીય રાજદૂતોને બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી.

Next Article