રાહતનો રિપોર્ટ : કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો વધુ બીમાર પડશે તેવા કોઇ પ્રમાણ નહિ

|

Jun 13, 2021 | 1:35 PM

દેશમાં Corona ની  ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો (Children) વધુ ગંભીર રીતે બીમાર પડશે તેવા કોઈ નક્કર પુરાવા સંશોધનમાં મળ્યા નથી. લેન્સન્ટ કોવિડ મિશન ઈન્ડિયા ટાસ્ક ફોર્સે અત્યાર સુધીના ડેટાની સમીક્ષા કર્યા પછી આ દાવો કર્યો છે.

રાહતનો રિપોર્ટ : કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો વધુ બીમાર પડશે તેવા કોઇ પ્રમાણ નહિ
કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો વધુ બીમાર પડશે તેવા કોઇ પ્રમાણ નહિ

Follow us on

દેશમાં Corona ની  ત્રીજી લહેરમાં સંક્રમિત બાળકો(Childrens) વધુ ગંભીર રીતે બીમાર પડશે તેવા કોઈ નક્કર પુરાવા સંશોધનમાં મળ્યા નથી. લેન્સન્ટ કોવિડ મિશન ઈન્ડિયા ટાસ્ક ફોર્સે અત્યાર સુધીના ડેટાની સમીક્ષા કર્યા પછી આ દાવો કર્યો છે. આ અધ્યયનમાં દિલ્હી-એનસીઆર, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્રની દસ હોસ્પિટલોના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોટાભાગના બાળકોને કોરોના ચેપના લક્ષણો હોતા નથી

એઈમ્સના ત્રણ બાળ ચિકિત્સકોની સલાહ સાથે Corona ની ત્રીજી લહેર માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી બાળકો(Childrens) પર કોરોનાની અસર થાય છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના બાળકોને કોરોના ચેપના લક્ષણો હોતા નથી. જો લક્ષણો જોવા મળે તો પણ, તે હળવા અથવા મધ્યમ હોય છે જે તબીબી સલાહથી ઘરે સારવાર કરવામાં આવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અત્યાર સુધીમાં માત્ર 2600 બાળકોને બીજી લહેરમાં હોસ્પિટલમાં લઈ જવું પડ્યું છે. જે બાળકો(Children)ને ડાયાબિટીઝ, કેન્સર, એનિમિયા અને કુપોષણ જેવા અગાઉના રોગો હતા તેઓની સ્થિતિ ફક્ત વધુ ખરાબ થઈ ગઈ. સામાન્ય રીતે તંદુરસ્ત બાળકોમાં Coronaથી જીવન ગુમાવવાનું જોખમ નજીવું છે.

આ લક્ષણો હોય તો ગભરાશો નહીં, ડોક્ટરની સલાહને અનુસરો
રિપોર્ટ અનુસાર, તાવ, શરદી અથવા ઝાડા જેવા લક્ષણો જેમ કે પેટમાં દુખાવો અને ઉલટી જોવા મળે છે. આવા કિસ્સાઓમાં જો તમે ગભરાયા વિના ડોકટરની સલાહને અનુસરો. તો પછી બાળકો જલ્દી ઘરે સ્વસ્થ થઈ જશે. આમાં પણ વૃદ્ધ લોકો કરતા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ચેપનું જોખમ ઓછું હશે.

કોરોનાની બીજી લહેર દરમ્યાન બાળકોને નિયમિત રસીકરણમાં ભારે ઘટાડો

આરોગ્ય નિષ્ણાતોએ કોરોનાની બીજી લહેર દરમ્યાન બાળકોના નિયમિત રસીકરણમાં તીવ્ર ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી હતી. એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, દેશભરમાં એક વર્ષથી ઓછી વયના 20 થી 22 લાખ બાળકોને દર મહિને રાષ્ટ્રીય કાર્યક્રમો હેઠળ રસીકરણ માટે લક્ષ્યાંક આપવામાં આવે છે. જે એક વર્ષમાં આશરે 260 લાખ બાળકોમાં સુધી પહોંચે છે. પરંતુ કોરોના વાયરસ રોગચાળા દરમ્યાન બાળકોના નિયમિત ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલને ખૂબ અસર થઈ હતી.

ડીટીપી, એમએમઆર રસી મળી શકી નથી

ઘણા આરોગ્ય કર્મચારીઓ માને છે કે રોગચાળા દરમ્યાન મોટાભાગના બાળકોને ડીટીપી, ન્યુમોકોકલ, રોટાવાયરસ અને એમએમઆર જેવા રોગો સામે નિયમિત રસીકરણ થયું નથી. મોટાભાગના લોકો આ સમયગાળા દરમિયાન પોતાને અને બાળકોને રસીકરણ કેન્દ્રોમાં લાવવા માટે ડરતા હતા. રસીકરણમાં એક કે બે મહિનાનો વિલંબ થઈ શકે છે, પરંતુ બાળકોમાં યોગ્ય સમયે રોગપ્રતિકારક શક્તિનું ઉત્પન્ન કરવા માટે શિડ્યુલ મુજબ ફરજીયાત રસી આપવી જોઈએએમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

Published On - 1:32 pm, Sun, 13 June 21

Next Article