ન્યુ યર સેલિબ્રેશન : રેડ લાઇટ એરિયામાં પોલીસે ગોઠવવો પડે છે જડબેસલાક બંદોબસ્ત

|

Dec 31, 2018 | 2:26 PM

નવા વર્ષની ઉજવણી કરવા માટે કોઈ ગોવા-મસૂરી જઈ રહ્યું છે, તો કોઈ હરિદ્વાર-વારામસી જેવા આધ્યાત્મિક શહેરોમાં પહોંચી ગયું છે. બીજી બાજુ મોટા-મોટા શહેરોમાં ક્લબો, રેસ્ટોરન્ટો, ફાઇવ સ્ટાર હોટેલો, સામાન્ય હોટેલો બધા સ્થળો બુક થઈ ચુક્યા છે. સૌ પોત-પોતાની રીતે નવા વર્ષને આવકારવા આતુર છે. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા […]

ન્યુ યર સેલિબ્રેશન : રેડ લાઇટ એરિયામાં પોલીસે ગોઠવવો પડે છે જડબેસલાક બંદોબસ્ત

Follow us on

નવા વર્ષની ઉજવણી કરવા માટે કોઈ ગોવા-મસૂરી જઈ રહ્યું છે, તો કોઈ હરિદ્વાર-વારામસી જેવા આધ્યાત્મિક શહેરોમાં પહોંચી ગયું છે.

બીજી બાજુ મોટા-મોટા શહેરોમાં ક્લબો, રેસ્ટોરન્ટો, ફાઇવ સ્ટાર હોટેલો, સામાન્ય હોટેલો બધા સ્થળો બુક થઈ ચુક્યા છે. સૌ પોત-પોતાની રીતે નવા વર્ષને આવકારવા આતુર છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ તમામ વચ્ચે દિલ્હીનો રેડ લાઇટ એરિયા એટલે કે જીબી રોડ પણ ખાસ ચર્ચામાં છે, કારણ કે અહીં તો નવા વર્ષનો જશ્ન એવો ઉજવાય છે કે પોલીસે જીબી રોડની બંને બાજુ બૅરિકૅડ લગાવી લોકોની ભીડને કાબૂમાં કરવી પડે છે.

દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી પણ યુવાઓનો સેલાબ અહીં પહોંચે છે. આ જશ્ન માટે અનેક કોઠાઓ પર બહારથી મહિલાઓને બોલાવવામાં આવે છે. શરુઆતના નંબરો વાળા ત્રણ-ચાર એવા કોઠા પણ છે કે જ્યાં વર્ષના છેલ્લા દિવસે મુજરો થાય છે.

કોઠા નંબર 54ની સંચાલિકાનું કહેવું છે, ‘વર્ષના બે-ચાર દિવસોને છોડી દઇએ, તો હવે અહીં ધંધો કંઈ ખાસ નથી રહ્યો. નવા વર્ષે લોકોની ભીડ ઉમટે છે. સામાન્ય દિવસે ધંધો રાત્રે નવ-દસ વાગ્યે શરુ થાય છે, પણ 31 ડિસેમ્બરની રાત્રે દુકાનો વહેલી બંધ થઈ જાય છે, તેથી સાંજે સાત વાગ્યા બાદ ગ્રાહકો આવવા લાગે છે. આ જ એક દિવસ હોય છે કે જ્યારે દરેક નાનો-મોટો કોઠો ગ્રાહકોથી ગુલઝાર હોય છે. રાત્રે ત્રણ-ચાર વાગ્યા સુધી અહીં લોકોનો જમાવડો રે છે. મુશ્કેલી ત્યારે થાય છે કે જ્યારે ટોળામાં આવતા યુવાનો ઝગડો કરવા લાગે છે, બળજબરી પણ બહુ થાય છે. ઝગડો ન થાય, તેના માટે અમારે પોલીસની મદદ લેવી પડે છે. ગયા વર્ષે જે ભીડ આવી હતી, તેને જોતાં પોલીસે આ વખતે જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો છે.’

એક સેક્સ વર્કરે જણાવ્યું, ‘નવા વર્ષના પ્રસંગે મોટાભાગના યુવાનો દારૂની બોતલ લઈને કોઠામાં આવવાની જિદ કરે છે. ત્યાંથી જ મુશ્કેલી શરુ થાય છે. ટોળામાં આવતા યુવાનો સેક્સ વર્કર્સ સાથે ખરાબ વ્યવહાર કરે છે. આ લોકોને રોકવા માટે અમે પોતાની રીતે કેટલાક બંદોબસ્ત કરીએ છીએ. પરિસ્થિતિ કાબૂ બહાર જાય, તો પોલીસને જાણ કરવામાં આવે છે.’

રેટ 200 રૂપિયા જ

જીબી રોડ પર 31 ડિસેમ્બરની રાત્રે ભલે સેંકડો યુવાનોની ભીડ ઉમટતી હોય, પણ સેક્સ વર્કર્સનો રેટ સામાન્ય દિવસો જેટલો જ રહે છે. જો કોઈ ગ્રાહક પોતાની ખુશીથી કંઇક વધારે આપે, તો જુદી વાત છે. સામાન્ય દિવસોમાં માંડ 200-300 રપિયા મળવા પામે છે. 31 ડિસેમ્બરની રાત્રે પણ રેટ વધારવામાં નથી આવતો.

બદનામી તો અમારી જ

એક સેક્સ વર્કર કહે છે કે નવા વર્ષની મસ્તીમાં અનેક ગ્રાહકોનો કિંમતી સામાન ચોરી થઈ જાય છે. તેના માટે પણ બદનામ તેમને જ કરાય છે. આવું નથી. જ્યારે જૂથમાં લોકો કોઠા પર આવે છે, ત્યારે સીડીની આજુબાજુ સ્નેચર્સ અને પૉકેટમાર ઊભા જ હોય છે. આવા લોકો ગ્રાહકોને લુંટી લે છે અને આરોપ સેક્સ વર્કરના માથે નાખવામાં આવે છે.

[yop_poll id=416]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article