RCB vs KXIP: વિરાટ કોહલીના પર્ફોમન્સને લઇ અનુષ્કા શર્મા થઇ ટ્રોલ, ચાહકોએ સોશિયલ મિડીયા પર તાક્યા તીર

|

Jan 16, 2021 | 3:29 PM

T-20 ભારતીય લીગ શરુ થતાની સાથે જ તેનો રોમાંચ પણ શરુ ચુક્યો છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને ખેલાડીઓની સુરક્ષીતાને મામલે ભારત થી બહાર ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. ગત 19 સપ્ટેમ્બર થી યુએઇમાં લીગ ની શરુઆત થઇ ચુકી છે. ટી-20 લીગની છઠ્ઠી મેચમા કંઇક એવુ તો થયો કે કેપ્ટન વિરાટ કોહલીને ભારે પડી ગયુ છે. સોશીયલ […]

RCB vs KXIP: વિરાટ કોહલીના પર્ફોમન્સને લઇ અનુષ્કા શર્મા થઇ ટ્રોલ, ચાહકોએ સોશિયલ મિડીયા પર તાક્યા તીર

Follow us on

T-20 ભારતીય લીગ શરુ થતાની સાથે જ તેનો રોમાંચ પણ શરુ ચુક્યો છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને ખેલાડીઓની સુરક્ષીતાને મામલે ભારત થી બહાર ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. ગત 19 સપ્ટેમ્બર થી યુએઇમાં લીગ ની શરુઆત થઇ ચુકી છે. ટી-20 લીગની છઠ્ઠી મેચમા કંઇક એવુ તો થયો કે કેપ્ટન વિરાટ કોહલીને ભારે પડી ગયુ છે. સોશીયલ મિડીયા પર લોકોએ મન મુકીને મજાક ઉડાવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુરુવારે યોજાયેલી મેચમાં વિરાટ કોહલીએ ક્રિકેટના ચાહકોને નિરાશ કર્યા હતા. તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં બે વાર આસાન કેચ છોડી દીધા હતા. જેની વિરાટ કોહલી એ ભારે કિંમત ચુકવવી પડી હતી. રાહુલ 83 અને 89 ના સ્કોર પર હતો ત્યારે જ બે વાર કેચ વિરાટ કોહલીએ છોડ્યા હતા. એ પછી તો રાહુલ શદી ફટકારવાનો મોકો ઝડપી લઇને 69 બોલ પર 132 રનની અણનમ ઇનીંગ્સ રમ્યો હતો. જેના કારણે પંજાબે 20 ઓવરમાં 206 રનનો સ્કોર ખડક્યો હતો.

વિરાટ કોહલીએ ફક્ત કેચ ને છોડી મુકવાની જ ના માત્ર વાત કરી હતી પરંતુ, બેટીંગમાં પણ કાંઇ ખાસ કમાલ દેખાડી શક્યો નહોતો. માત્ર એક જ રન બનાવીને વિરાટ કોહલી પેવેલીયન પરત ફર્યો હતો. જોકે આ ઘટના ક્રમ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સપોટર્સમાં ખાસ્સો એવો ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોએ માત્ર વિરાટ કોહલી પર જ સવાલ ઉઠાવ્યા એટલુ જ નહી, પરંતુ સોશિયલ મિડાયા પર પણ ખુબ મજાક ઉડાવી છે. ક્રિકેટ ચાહકો એટલે થી જ અટક્યા નથી, વિરાટ ની સાથે સાથે તેની પત્નિ અનુષ્કા શર્મા પર પણ અનેક ફની મીમ્સ સાથે ના જોક્સના ચોગ્ગા અને છગ્ગા વરસાવ્યા છે.

ટ્વીટર પર લોકોએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર જુદા જુદા અનેક મજેદાર મીમ્સ અને જોક્સ શેર કર્યા છે. તો ચાહકો તેની પર પોતાની પ્રતિક્રિયા પણ રજુ કરી રહ્યા છે. આમ વિરાટ અને અનુષ્કા બંને લોકોના ગુસ્સાનો શિકાર બન્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:22 pm, Fri, 25 September 20

Next Article