અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પહેલા RAWનું એલર્ટ, ISIએ બનાવી છે હુમલાની યોજના

|

Jul 28, 2020 | 11:50 AM

દેશની જાસુસી સંસ્થા રો ( RAW-Research and Analysis Wing)એ દેશમાં આંતકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5મી ઓગસ્ટે અયોધ્યામા રામ મંદિરના ભૂમિપુજન અને જમ્મુ કાશ્મિરમાંથી કલમ 370 નાબુદ કર્યાને એક વર્ષ થતુ હોવાથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ (ISI- Inter Services Intelligence) દ્વારા ભારતમાં આંતકી હુમલાની યોજના બનાવી હોવાની વિગતોને રો એ આંતરી છે. જમ્મુ […]

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પહેલા RAWનું એલર્ટ, ISIએ બનાવી છે હુમલાની યોજના

Follow us on

દેશની જાસુસી સંસ્થા રો ( RAW-Research and Analysis Wing)એ દેશમાં આંતકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5મી ઓગસ્ટે અયોધ્યામા રામ મંદિરના ભૂમિપુજન અને જમ્મુ કાશ્મિરમાંથી કલમ 370 નાબુદ કર્યાને એક વર્ષ થતુ હોવાથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ (ISI- Inter Services Intelligence) દ્વારા ભારતમાં આંતકી હુમલાની યોજના બનાવી હોવાની વિગતોને રો એ આંતરી છે. જમ્મુ અને કાશ્મિરમાંથી કલમ 370 દુર કર્યાના મુદ્દે આઈએસઆઈએ ઉશ્કેરણી ફેલાવી હોવાની વિગતો સામે આવી છે. 370ની નાબુદીને મુદ્દો બનાવીને અયોધ્યામાં રામમંદિરના ભૂમિપુજનને લક્ષ્યાંક બનાવવા માંગતુ હોવાનુ પણ રો દ્વારા અપાયેલા એલર્ટમાં સામે આવ્યું છે.

રો દ્વારા એવી પણ વિગતો એકઠી કરવામાં આવી છે કે, લશ્કર એ તૌયબા અને જૈશ એ મોહમંદના આંતકીઓને અફઘાનિસ્તાનમાં વિશેષ તાલિમ આપવામાં આવી છે. અને આ આંતકીઓને બે-બે, ત્રણ-ત્રણના જૂથમાં ભારતમાં ઘુસાડવામાં આવ્યા છે. આઈએસઆઈ દ્વારા આદેશ અપાયો છે કે તાલિમ મેળવી ચુકેલા આંતકિઓના અલગ અલગ જૂથે અલગ અલગ હુમલો કરવો જેથી હુમલાને ભારતની આંતરીક બાબત ગણાવી શકાય. રામમંદિરની સાથે કલમ 370 અને 15મી ઓગસ્ટ પણ આંતકિઓના નિશાને રાખવાની તાકીદ કરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના ભૂમિપુજન અર્થે અયોઘ્યા જવાના છે. જ્યા અનેક વીવીઆઈપી એકઠા થશે. આથી દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને અયોધ્યા-ઉતર પ્રદેશ, દિલ્લી, જમ્મુ કાશ્મિરમાં એલર્ટ કરી દેવાઈ છે.

Next Article