Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા ઉદેપુરમાં પણ નિકળશે, 85 કિલો ચાંદીમાંથી ખાસ તૈયાર કરાયો રથ

|

Jun 11, 2021 | 1:02 PM

Rathyatra 2021: અષાઢી બીજના દિવસે જગન્નાથ (Lord Jagannath), સુભદ્રા અને બલરામની શોભાયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા ઉદેપુરમાં પણ નિકળશે, 85 કિલો ચાંદીમાંથી ખાસ તૈયાર કરાયો રથ
ચાંદીથી તૈયાર કરવામાં આવ્યો છે જગન્નાથ રથ

Follow us on

Rathyatra 2021 : અષાઢી બીજના દિવસે જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની શોભાયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. જગન્નાથ પુરીની જેમ ભગવાન જગન્નાથની (Lord Jagannath) વિશાળ રથયાત્રા પણ ઉદેપુરમાં નીકળશે. રાજસ્થાનની આ સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે એક વિશાળ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ રથ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે. આ રથ બનાવવાની તૈયારી અંતિમ ચરણમાં છે. આ રજત રથ 28 ખંડને જોડીને બનાવવામાં આવી રહ્યો છે. આ ચાંદીના રથમાં લગભગ 85 કિલો ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે.

કોરોના કાળમાં જગન્નાથ યાત્રા વિષે ભલે હજુ અસમંજસ હોય પરંતુ ભક્તો તૈયારીમાં તેની તૈયારીઓમાં કોઈ કમી નથી રાખવા માંગતા. ગત વર્ષે કોરોના મહામારીને કારણે જગન્નાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. આ વર્ષે હજુ સુધી રથયાત્રાને લઈને સ્પષ્ટ નથી. આમ છતાં ભગવાન જગન્નાથ માટે ભક્તો તરફથી રજત રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ યાત્રાની પરંપરા 368 વર્ષ જૂની છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પહેલાં ભગવાન મંદિરના પરિસરમાં પરિક્રમા કરતા હતા પરંતુ હવે ભગવાન જગન્નાથ ખુદ ભક્તોને દર્શન આપવા નગર ભ્રમણ પર જાય છે. ભગવાન જગન્નાથના નગર ભ્રમણ માટે તૈયાર કરવામાં આવતા ચાંદીના નવા રથ પર ચાંદીનો ઢોળ ચડાવવાનું કામ 6 કારીગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભગવાન જગન્નાથનો નવો ચાંદીનો રથ અત્યાધુનિક ટેકનીકથી સજ્જ હશે. રથની લંબાઈ 16 ફૂટ, પહોળાઈ 8 ફૂટ અને ઉંચાઈ 21 ફૂટ હશે. રથનાં પૈડાં 6 ઇંચના લેવામાં આવ્યા છે. જેનાથી દુર્ઘટના નહી થાય.

મંદિર પરિસરમાં લગભગ બે ડઝન જેટલા કામદારો રથ તૈયાર કરવામાં રાત-દિવસ વ્યસ્ત રહે છે. નવા રથને આકર્ષક અને સુંદર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા રથ પર, બંને પૈડાંના ઉપરના ભાગમાં હંસ અને સિંહનો ચહેરો બનાવવામાં આવી રહ્યો છે. રથના પૈડાં હૈદરાબાદી કોતરણીથી બનાવવામાં આવ્યા છે.

રથમાં હાઇડ્રોલિક બ્રેક્સ લગાવવામાં આવી રહી છે જેથી રથને સરળતાથી રોકી શકાય. ભગવાન જગન્નાથને આ નવા રજત રથમાં બિરાજશે ત્યારે ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે.

Next Article