AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“હું પરેશાન થઇ ગયો છું” સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ લખીને ગાયબ થઇ ગયો આ ફેમસ રૅપર, શોધખોળ શરુ

ધાર્મિક ટિપ્પણીઓ કરતો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતા તેણે સોશિયલ મીડિયા પર સુસાઇડની વાત કરી હતી. આ બાદ રૅપર લાપતા હોવાથી તેની માતાએ તેના ગાયબ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

હું પરેશાન થઇ ગયો છું સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ લખીને ગાયબ થઇ ગયો આ ફેમસ રૅપર, શોધખોળ શરુ
Rapper MC Kode
| Updated on: Jun 06, 2021 | 12:22 PM
Share

દિલ્હીમાંથી ચિંતાજનક ઘટના સામે આવી છે. દિલ્હીનો 22 વર્ષીય યુવાન કે જે સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલો હતો તે કેટલાક સમયથી ગુમ છે. જી હા એમસી કોડ (Rapper MC Kode Missing)નામે ઓળખાતો રૅપર ગાયબ છે, તેની માતાએ તેના અપહરણની (Kidnapping Complaint) ફરિયાદ નોંધાવી છે.

ચાલો તમને જણાવી દઈએ કે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર આ સિંગરે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી. પોલીસના અનુસાર વસંત કુંજની રહેવાસી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પુત્ર આદિત્ય તિવારી બુધવારથી ગાયબ છે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રૅપરની માતાએ શુક્રવારે પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગુમ થયા પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સુસાઇડ નોટ પણ પોસ્ટ કરી હતી. તે જ સમયે, પોલીસ અધિકારી અતુલકુમાર ઠાકુરે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ધાર્મિક ગ્રંથો પર વિવાદિત ટિપ્પણીનો આરોપ

તમને જણાવી દઈએ કે એમસી કોડ નામે ફેમસ આ આદિત્ય તિવારીએ હિંદુ ધાર્મિક ગ્રંથો પર ઘણી અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ બાદ વિવાદ અને ચર્ચાઓએ જન્મ લીધો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તેને ઘણી ધમકીઓ પણ મળી રહી હતી. લોકોએ તેની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી. આ બાદ આ રૅપરે માફી માંગી અને કહ્યું કે વિડીયો ખુબ જુનો છે.

વિવાદ વધતા તેણે સોશિયલ મીડિયા પર સુસાઇડની વાત પણ કરી હતી. આ બાદ રૅપર લાપતા હોવાથી તેની માતાએ તેના ગાયબ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. મળેલી માહિતી અનુસાર પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.

રૅપર પર હિંદુ અને મહિલા વિરોધી હોવાના આરોપો

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે રૅપરની માતાએ ફરિયાદ સાથે તેના ઇન્સ્ટા પરની સુસાઈડ નોટ પણ આપી છે. જેમાં લખ્યું છે કે તે સતત તકલીફ અને ઝઘડા સહન કરી રહ્યો છે. સાથે જ તેણે આત્મહત્યા કરવાની વાત પણ કહી છે. રૈપ બેટલ આર્ટિસ્ટ એમસી કોડના વિડીયોને મહિલા અને હિંદુ વિરોધી પણ કહેવામાં આવી રહ્યો છે. જે બાદ તેને સોશિયલ મીડિયામાં ધમકીઓ માળી રહી હતી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">