રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન પર આફત, જમીનના કેસમાં થઈ શકે છે ધરપકડ

|

Aug 10, 2019 | 1:08 PM

અખિલેશ યાદવની સરકારમાં મંત્રી રહેલા અને રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની ધરપકડ થઈ શકે છે. આઝમ વિરુદ્ધ જમીન પર કબજો કરવાના 12થી વધુ કેસ દાખલ છે. રામપુરમાં ભૂ-માફિયા ઘોષિત થયા બાદ રામપુર જ ન જનારા આઝમ ખાન વિરુદ્ધ મની-લોર્ડિંગની પણ તપાસ ચાલે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન પર આફત, જમીનના કેસમાં થઈ શકે છે ધરપકડ

Follow us on

અખિલેશ યાદવની સરકારમાં મંત્રી રહેલા અને રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની ધરપકડ થઈ શકે છે. આઝમ વિરુદ્ધ જમીન પર કબજો કરવાના 12થી વધુ કેસ દાખલ છે. રામપુરમાં ભૂ-માફિયા ઘોષિત થયા બાદ રામપુર જ ન જનારા આઝમ ખાન વિરુદ્ધ મની-લોર્ડિંગની પણ તપાસ ચાલે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સ્થાનિકો સાથે ચર્ચા કરતા અજીત ડોભાલનો VIDEO વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રામપુર પોલીસ અધિક્ષક એસ.પી અજય પાલ શર્માએ કહ્યું કે, સાંસદ આઝમ ખાન વિરુદ્ધ જે કલમ લાગી છે તેનાથી તેની ધરપકડ થઈ શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત પછીથી આઝમ ખાન મુશ્કેલીમાં પડી ગયા છે. તો સાથે જૌહર અલી યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન દાદાગીરી દ્વારા કબજે કરવાના આક્ષેપ સાથે 26 જેટલા કેસ દાખલ છે. આ તમામ ખેડૂતો આઝમ ખાનની ધરપકડ માગણી કરી રહ્યા છે. આઝમ ખાન પર 2003થી 2005ની વચ્ચે 26 ખેડૂતોની જમીન દાદાગીરીથી કબજે કરવા અને જૌહર અલી યુનિવર્સિટીના પરિસરમાં જોડી દેવાનો આક્ષેપ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રામપુરથી સાંસદ આઝમ ખાન વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીના વિરોધમાં શુક્રવારે સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તા પર આવી ગયા છે. કાનૂન વ્યવસ્થા સામે પ્રદેશવ્યાપી ધરણા દ્વારા સપાએ પોતાની તાકાત દેખાડી છે. રામપુરમાં એન્ટ્રી સમયે સાંસદોને પહેલા રોકવામાં આવ્યા અને જે બાદ તેમને લોક નિર્માણ વિભાગના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તો સપા સમર્થકોએ ગાંધી સમાધી પર ધરણાની સાથે ચેતવણી આપતા પોલીસને કહ્યું કે, આઝમ ખાન અને સપાના સમર્થકો પર ખોટી કાર્યવાહી બંધ નહીં કરાઈ તો અંઝામ ખરાબ આવશે.

[yop_poll id=”1″]

Next Article