Ram Navami violence: શું તુષ્ટિકરણની રાજનીતિ હવા આપવાનું કામ કરી રહી છે? રામ નવમી હિંસા બોલ્યા અનુરાગ ઠાકુર
Anurag Thakur On Ram Navami violence: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે દેશના એક ભાગમાં રામનવમી પર શોભાયાત્રાને પણ શાંતિપૂર્ણ રીતે પસાર થવા દેવામાં આવતી નથી. આ ઘટનાઓ પોતાનામાં એક મોટો સવાલે ઉભો કરે છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રામનવમી પર પશ્ચિમ બંગાળ અને બિહારમાં શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઈને બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પર નિશાન સાધ્યું છે. અહિંસા વિશ્વ ભારતી સંસ્થા અને વિશ્વ શાંતિ કેન્દ્ર તરફથી આયોજિત ભગવાન મહાવીર જયંતિની સમારોહમાં બોલતા બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશના એક ભાગ પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રાને શાંતિપૂર્ણ રીતે પસાર થવા દેવામાં આવતી નથી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી કહે છે કે હિન્દુઓએ આ વિસ્તારમાં ન જવું જોઈએ. તો શું તે સમાજ અને ક્ષેત્રમાં ભાગલા પાડવા આવ્યા છે? આ ચિંતાનો વિષય છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બંને રાજ્યોના મુખ્યમંત્રી પક્ષપાત કરવાનું કામ કરે છે, જે પોતાનામાં જ સવાલો ઉભા કરે છે. આ ઘટનાઓ પાછળ કોઈ એક વર્ગ છે કે પછી તુષ્ટિકરણની રાજનીતિ તેમને હવા આપવાનું કામ કરે છે. શું વોટબેંકની રાજનીતિમાં અશાંતિ ફેલાવવાનું કામ આ રીતે પણ કરવામાં આવે છે તે પોતાનામાં એક મોટો સવાલ ઊભો કરે છે.
Watch LIVE – Union Minister address on the occasion of Bhagwan Mahavir Jyanti Celebration organized by Ahimsa Vishwa Bharti Sanstha and World Peace Centre.#MahavirJayanti @Munilokesh @SriSri https://t.co/9LpyVUq4A7
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) April 4, 2023
ડોમેસ્ટિક વાયોલન્સનો ઉલ્લેખ કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે આના ઘણા ઉદાહરણો પણ આપણા બધાની સામે આવે છે. ડોમેસ્ટિક વાયોલન્સના કેસ માત્ર એક વર્ગમાં જ નહીં પરંતુ દરેક સમાજમાં આવા કેસ જોવા મળે છે. જ્યારે આપણે અહિંસાની વાત કરીએ છીએ તો તેની શરૂઆત દરેક ઘરથી થાય છે.
બિહારના બે જિલ્લામાં ફાટી નીકળી હતી હિંસા
તમને જણાવી દઈએ કે બિહારના બે જિલ્લા સાસારામ અને નાલંદામાં રામનવમી પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી હતી. આ પછી આ જિલ્લાઓમાં તણાવની સ્થિતિ પેદા થઈ છે. થોડી જ વારમાં આગચંપી પણ શરૂ થઈ ગઈ. આ બે જિલ્લાઓની સરખામણીમાં નાલંદામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : Breaking News: બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ
કાનૂન અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તરફથી બંને જિલ્લામાં કલમ-144 લાગુ કરવામાં આવી હતી. પરંતુ બંને જિલ્લામાં સ્થિતિ હવે પાટા પર છે. બંગાળના હાવડા જિલ્લામાં પણ આવી જ ઘટના જોવા મળી હતી.
રાષ્ટ્રીય સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…