રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લોકસભા અધ્યક્ષને PM MODI અંગે લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

|

Nov 29, 2021 | 4:44 PM

શક્પ્રતિસિંહ ગોહિલે લખ્યું, વડાપ્રધાન પણ સંસદના અન્ય સદસ્યોને બરાબર છે.તેમને કોઈ વિશેષ અધિકાર પ્રાપ્ત થયા નથી.

રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લોકસભા અધ્યક્ષને PM MODI અંગે લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો
Rajya Sabha MP Shaktisinh Gohil writes to Lok Sabha speaker, seeks equal rights for all MPs

Follow us on

DELHI : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે અને સાંસદોને સમાન અધિકાર આપવા અંગે રજૂઆત કરી છે.તેમણે પત્રમાં લખ્યુ છે કે, “સંસદ ભવનમાં તમામ સાંસદોને સમાન અધિકાર હોય છે..પ્રધાનમંત્રી પણ સંસદના અન્ય સદસ્યોને બરાબર છે.. તેમને કોઈ વિશેષ અધિકાર પ્રાપ્ત થયા નથી. એવામાં સાંસદ ભવનમાં પુર્ણ તપાસ કર્યા બાદ જ વાહનોને પ્રવેશ મળે છે પરંતુ સુરક્ષાના નામે પ્રધાનમંત્રીના કાફલા પહેલા તમામ સાંસદોના વાહનોને રોકવામાં આવે છે.જેને લઈ સાંસદોને હાલાકી પડી છે..જે યોગ્ય નથી.જેથી આગળના દિવસોમાં સાંસદોના વાહનોને રોકવામાં ન આવે અને સૌ સાંસદોને સમાન અધિકાર અને સુરક્ષા મળે તે માટે અનુરોધ કર્યો છે.”

MP શક્તિસિંહના પત્રની અક્ષરશ: વિગત જોઈએ તો તેમણે લખ્યું છે, “સંસદ સંકુલ તમારા અધિકારક્ષેત્ર હેઠળ છે અને સંસદીય પરંપરા મુજબ તમામ સાંસદો સંસદ પરિસરમાં સમાન અધિકાર મેળવવા માટે હકદાર છે. વડાપ્રધાન કે મંત્રીઓ પણ સંસદ પરિસરમાં સમાન સભ્યો છે, તેમને કોઈ વિશેષાધિકાર નથી. પરંતુ ખેદ એ વાતનો છે કે વડાપ્રધાનના આગમન સમયે અન્ય સંસદ સભ્યોને સંસદની અંદર આવતા અટકાવવામાં આવે છે અને સંસદ પરિસરની અંદર સાંસદોના વાહનો માટે લાંબી કતારો ઉભી થાય છે.સંસદ પરિસરમાં સંપૂર્ણ તપાસ કર્યા પછી જ પ્રવેશ થાય છે.”

આગળ તેમણે લખ્યું છે, “આ સંજોગોમાં સુરક્ષા જરૂરી છે, પરંતુ સુરક્ષાના નામે સાંસદોને વડાપ્રધાનના આગમન પહેલા લાંબા સમય સુધી સંસદ પરિસરમાં રોકાયા, તે યોગ્ય નથી. આજે 29મી નવેમ્બર 2021ના રોજ અમારી પાર્ટીની બેઠકમાં સવારે 10.15 વાગ્યે અમારે સંસદના રૂમ નંબર 25 પર પહોંચવાનું હતું. પરંતુ વડાપ્રધાનના આગમનના નામે સંસદ પરિસરમાં લાંબા સમય સુધી સાંસદોના વાહનો રોકી દેવામાં આવ્યા હતા.જેના કારણે તમામ સાંસદોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આગામી દિવસોમાં સાંસદોના વાહનો સંસદ પરિસરમાં રોકશો નહીં અને સમાન અધિકારોનું રક્ષણ કરવા અમારી વિનંતી છે.”

આ પણ વાંચો : Parliament Winter Session: કોંગ્રેસ, શિવસેના, TMC, CPI, CPM સહિત 12 રાજ્યસભા સાંસદ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

 

Next Article