PM મોદી બાદ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં જોવા મળશે

|

Jan 28, 2020 | 1:52 PM

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં જોવા મળશે. કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વાતની પુષ્ટિ પણ કરી છે. શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં થઈ રહ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલશે. રજનીકાંત તથા બેયર ગ્રિલ્સ બાંદીપુર ફોરેસ્ટ તથા નેચર અંગે વાત કરશે. 27 જાન્યુઆરીએ રાત્રે 9.30 વાગે બેયર ગ્રિલ્સ ગુંડલુપેટ ટાઉન પહોંચી […]

PM મોદી બાદ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો મેન Vs વાઈલ્ડમાં જોવા મળશે

Follow us on

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં જોવા મળશે. કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વાતની પુષ્ટિ પણ કરી છે. શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં થઈ રહ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલશે. રજનીકાંત તથા બેયર ગ્રિલ્સ બાંદીપુર ફોરેસ્ટ તથા નેચર અંગે વાત કરશે. 27 જાન્યુઆરીએ રાત્રે 9.30 વાગે બેયર ગ્રિલ્સ ગુંડલુપેટ ટાઉન પહોંચી ગયો હતો. રજનીકાંત બાંદીપુરની બહાર એક રિસોર્ટમાં રોકાયા છે.

આ પણ જાણોઃ રાજકોટના પરંપરાગત રાજમાર્ગો પર નવા રાજવીની શાહી નગરયાત્રા, દેશભરમાંથી 50થી વધુ રોયલ ફેમિલી હાજર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેયર ગ્રિલ્સની સાથે કુલ 18 ક્રૂ મેમ્બર્સ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તમામ માટે ગાડીની સગવડ કરી આપી છે. ઉલ્લેખનીય છે કે રજનીકાંત પહેલાં પીએમ નરેન્દ્ર મોદી આ શોમાં જોવા મળ્યાં હતાં. 12 ઓગસ્ટ, 2019ના રોજ ડિસ્કવરી ચેનલ પર ‘મેન Vs વાઈલ્ડ’માં પીએમ મોદી તથા બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યાં હતાં. પીએમ મોદી તથા બેયરે ઉત્તરાખંડના જિમ કોર્બેટના જંગલોમાં શૂટિંગ કર્યું હતું. આ એપિસોડ દુનિયાની સૌથી ટ્રેડિંગ ટેલિવિઝન ઈવેન્ટ રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક તરફ બાંદીપુરમાં ત્રણ દિવસ રજનીકાંતનું મેન VS વાઇલ્ડ માટેનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં બાંદીપુરના જંગલોમાં જોવા મળ્યો છે બ્લેક પેન્થર. કાળો દીપડો ભારતના જંગલોમાં ભાગ્યે જ જોવા મળે છે.. અને હાલ જ્યારે રજનીકાંત અને બેયર ગ્રિલ્સ બાંદીપુરના જંગલોમાં છે, ત્યારે બ્લેક પેન્થર આ જંગલોમાં જોવા મળતા વન વિભાગ પણ સક્રિય થઇ ગયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article