Rajasthan: જોધપુરમાં હિંસક અથડામણ બાદ તણાવ, શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ

|

May 03, 2022 | 11:39 AM

કાયદો અને વ્યવસ્થા (Law and Order) જાળવવા માટે રાજસ્થાન(Rajasthan)ના જોધપુર શહેરમાં ઈન્ટરનેટ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે.

Rajasthan: જોધપુરમાં હિંસક અથડામણ બાદ તણાવ, શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ
Rajasthan: Tensions after violent clashes in Jodhpur

Follow us on

Rajasthan News: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજસ્થાન(Rajasthan)ના જોધપુર શહેરમાં ઈન્ટરનેટ સેવા(Internet Service)ઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. હકીકતમાં, ઈદ-ઉલ-ફિત્ર અને અક્ષય તૃતીયાના તહેવાર પહેલા સોમવારે રાત્રે શહેરમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ (Communal Clash) થઈ હતી. અથડામણની જાણ સૌપ્રથમ જાલોરી ગેટ આંતરછેદ પર થઈ હતી જ્યારે એક સમુદાયના કેટલાક બદમાશોએ ઈદ પહેલા બાલમુકંદ બિસ્સા સર્કલમાં ઈસ્લામિક ધ્વજ ફરકાવ્યો હતો અને ભગવો ધ્વજ હટાવ્યો હતો. આ પગલાનો અન્ય સમુદાયના લોકોએ વિરોધ કર્યો હતો.

ટૂંક સમયમાં જ બંને સમુદાયો વચ્ચેની ચર્ચા હિંસક બની ગઈ. પથ્થરમારો પણ નોંધાયો હતો અને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો આશરો લીધો હતો. અહેવાલ મુજબ, ઘટનાને કવર કરનાર મીડિયાકર્મીઓ પણ પોલીસના રોષનો ભોગ બન્યા હતા. પોલીસકર્મીઓએ 4 મીડિયાકર્મીઓને માર માર્યો હતો. હાલ સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ છે. પોલીસે તહેવારોને સાંપ્રદાયિક સૌહાર્દ સાથે ઉજવવા અપીલ કરી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

જણાવી દઈએ કે સોમવારે મોડી રાત્રે ધ્વજ લહેરાવવાના મુદ્દે વિવાદ પછી, બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો, ત્યારબાદ પોલીસ અને આરએસીને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે, મોડી રાત્રે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને બંને પક્ષના લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ જોધપુરના પોલીસ કમિશનર નવજ્યોતિ ગોગોઈનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ફ્લેગ માર્ચ કાઢવામાં આવશે અને અમે કાયદા હેઠળ કાર્યવાહી કરીશું. 

 

વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ, ઈન્ટરનેટ બંધ

જોધપુર પ્રશાસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. હિંસક અથડામણને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે સાવચેતી તરીકે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે, જેના આદેશ જોધપુરના ડિવિઝનલ કમિશનર હિમાંશુ ગુપ્તાએ જારી કર્યા છે. તે જ સમયે, સોમવારે રાત્રે થયેલી અથડામણમાં એક પોલીસ અધિકારી સહિત 3 પોલીસકર્મીઓ અને 4 પત્રકારો ઘાયલ થયાના સમાચાર છે. ઘટના અનુસાર, જોધપુરના જલોરી ગેટ પાસે પરશુરામ જયંતિના અવસર પર ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા.

Published On - 8:14 am, Tue, 3 May 22

Next Article