AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ: પત્નીએ મોટા માથા વિરૂદ્ધ નોંધાવી FIR, બંને શૂટરો પોલીસ પકડથી દૂર

રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. ગોગામેડીની હત્યામાં તેમની પત્ની શિલાએ 5 લોકો સામે FIR નોંધાવી છે. જો કે ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં રાજપૂત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આજે સવારે સુખદેવ સિંહના પાર્થીવદેહને ગોગામેડી લઈ જવામાં આવ્યા છે. જ્યા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ: પત્નીએ મોટા માથા વિરૂદ્ધ નોંધાવી FIR, બંને શૂટરો પોલીસ પકડથી દૂર
| Updated on: Dec 07, 2023 | 12:14 PM
Share

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. નોંધાયેલા કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડીજીપીનો પણ ઉલ્લેખ છે. શીલાએ આરોપ લગાવ્યો કે સુખદેવે તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત, ડીજીપી પાસે સુરક્ષા માંગી હતી, પરંતુ જવાબદારો દ્વારા જાણી જોઈને સુરક્ષા આપવામાં આવી ન હતી. FIRમાં પંજાબ પોલીસ, એટીએસનો પણ ઉલ્લેખ છે.

શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં સુખદેવ સિંહ ગોગામેડીની પત્નીએ ઉલ્લેખ કર્યો છે કે, છેલ્લા બે વર્ષથી તેના પતિનો જીવ જોખમમાં હતો. સતત ધમકીઓ મળી રહી હતી. તેને જોતા તેણે આ વર્ષે 24 જાન્યુઆરી, 1 માર્ચ અને 25 માર્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાનના ડીજીપી સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓને સુરક્ષા આપવા અંગે પત્ર લખ્યા હતા.

માત્ર એટલું જ નહીં, 14 માર્ચે જયપુર ATSએ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઈન્ટેલિજન્સ)ને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તો 14 ફેબ્રુઆરીએ પંજાબ પોલીસે રાજસ્થાનના ડીજીપીને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ઘણા ઈનપુટ મળવા છતાં, રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડીજીપી સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા મારા પતિને જાણી જોઈને સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી.

ઘરની અંદર ગોળી મારી હત્યા

તમને જણાવી દઈએ કે મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ અંજામ આપ્યો હતો. રોહિત ગોદારાએ ગોગામેડીને મારવાની જવાબદારી તેના બે શાર્પ શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ‘ફૌજી’ને સોંપી હતી. બપોરે આ બંને શૂટર્સ ગોગામેડીના ખાસ નવીન શેખાવત સાથે મુલાકાત કરવા જયપુરના શ્યામનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંનેએ પહેલા ગોગામેડી સાથે નાસ્તો કર્યો અને ત્યારબાદ વાતચીત દરમિયાન પિસ્તોલ કાઢી ગોગામેડી, નવીન અને અન્ય એક પર ફાયરિંગ કર્યું.

શ્યામ નગર પોલીસ સ્ટેશનના SHO સસ્પેન્ડ

ઘટના બાદ શૂટર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તરત જ, ગોગામેડી, નવીન અને અન્ય બે ઘાયલોને જયપુર મેટ્રો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ ગોગામેડી અને નવીનને મૃત જાહેર કર્યા. અન્ય બે હજુ સારવાર હેઠળ છે. ઘાયલોની ઓળખ અજીત સિંહ અને નરેન્દ્ર સિંહ શેખાવત તરીકે થઈ છે. તે બંને સુખદેવસિંહ ગોગામેડીના માણસો હતા. હાલમાં આ હત્યા કેસમાં પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. શ્યામ નગર પોલીસ સ્ટેશનના SHO મનીષ ગુપ્તાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હત્યાને અંજામ આપનાર બંને શાર્પ શૂટર

ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન પોલીસે બંને હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ‘ફૌજી’ની ધરપકડ કરવામાં આવી નથી. આ બંને રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગના શાર્પ શૂટર હતા. આ બંને ગુનેગારો વિરુદ્ધ UAPA હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">