Railway Concession: રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી મેળવી અબજોની આવક

|

May 17, 2022 | 3:10 PM

કોરોના વાયરસ મહામારી(Corona Virus Pandemic) શરૂ થયા પછી વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ટિકિટ રાહત(Ticket concession)સ્થગિત કરવામાં આવી હતી.

Railway Concession: રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી મેળવી અબજોની આવક
Symbolic image
Image Credit source: file photo

Follow us on

રેલવેએ માર્ચ 2020 થી બે વર્ષમાં વરિષ્ઠ નાગરિક (Senior Citizen)મુસાફરો પાસેથી રૂ. 1,500 કરોડની વધારાની આવક મેળવી છે. કોરોના વાયરસ મહામારી(Corona Virus Pandemic) શરૂ થયા પછી વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ટિકિટ રાહત(Ticket concession)સ્થગિત કરવામાં આવી હતી. માહિતી અધિકાર (RTI) હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાંથી આ માહિતી મેળવવામાં આવી છે. મધ્યપ્રદેશના ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરાયેલ આરટીઆઈ પ્રશ્નના જવાબમાં, રેલ્વેએ જણાવ્યું હતું કે 20 માર્ચ, 2020 થી 31 માર્ચ, 2022 વચ્ચે, રેલ્વેએ 7.31 કરોડ વરિષ્ઠ નાગરિક મુસાફરોને રાહત આપી નથી.

તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના 4.46 કરોડ પુરૂષો, 58 વર્ષથી ઉપરની 2.84 કરોડ મહિલાઓ અને 8,310 ટ્રાન્સજેન્ડર લોકોનો સમાવેશ થાય છે. આરટીઆઈના જવાબ મુજબ, આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ નાગરિક મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલી કુલ આવક રૂ. 3,464 કરોડ છે, જેમાં કન્સેશન સસ્પેન્શનના કારણે મળેલા વધારાના રૂ. 1,500 કરોડનો સમાવેશ થાય છે.

જાણો કેટલી છૂટ મળતી હતી

વરિષ્ઠ નાગરિકોની કુલ આવકમાં લિંગ મુજબની આવક પરના RTI જવાબમાં જણાવાયું છે કે પુરૂષ મુસાફરોને રૂ. 2,082 કરોડ, મહિલા મુસાફરોને રૂ. 1,381 કરોડ અને ટ્રાન્સજેન્ડરને રૂ. 45.58 લાખ મળ્યા હતા. મહિલા વરિષ્ઠ નાગરિક મુસાફરો 50 ટકા કન્સેશન માટે પાત્ર છે, જ્યારે પુરૂષો અને ટ્રાન્સજેન્ડરો તમામ વર્ગોમાં 40 ટકા કન્સેશન મેળવી શકે છે. છૂટ મેળવવા માટેની લઘુત્તમ વય મર્યાદા મહિલા માટે 58 છે, જ્યારે પુરુષ માટે 60 વર્ષ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બે વર્ષ પછી પણ પ્રતિબંધ હટાવાયો નથી

દેશમાં કોરોનાવાયરસ મહામારીનો ભોગ બન્યા પછી માર્ચ 2020 થી જે છૂટછાટો પર રોક મૂકવામાં આવી હતી તે આજ દિન સુધી સ્થગિત છે. વરિષ્ઠ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેને કદાચ જાળવી રાખવામાં આવશે નહીં. વર્ષ 2020માં અને 2021માં થોડા સમય માટે ટ્રેન સેવાઓ સ્થગિત રહી હતી, પરંતુ હવે જેવી સેવાઓ સામાન્ય થઈ ગઈ છે, ત્યારે રાહતની માગ વધવા લાગી છે.

રેલવે પર પડતો હતો 2,000 કરોડનો બોજ

રેલ્વે છૂટછાટો છેલ્લા બે દાયકામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, ઘણી સમિતિઓએ તેને પાછી ખેંચવાની ભલામણ કરી છે. પરિણામે, જુલાઈ 2016 માં, રેલવેએ વૃદ્ધો માટે વૈકલ્પિક છૂટછાટો આપી. વિવિધ પ્રકારના મુસાફરોને આપવામાં આવતી લગભગ 53 પ્રકારની છૂટને કારણે રેલ્વેને દર વર્ષે લગભગ 2,000 કરોડ રૂપિયાનો મોટો બોજ સહન કરવો પડે છે.

ગીવ ઈટ અપની બહુ અસર થઈ નથી

વરિષ્ઠ નાગરિક રાહત રેલવે દ્વારા આપવામાં આવેલી કુલ છૂટના લગભગ 80 ટકા જેટલી છે. અગાઉ રેલ્વેએ લોકોને તેમની વરિષ્ઠ નાગરિક રાહતો છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. વાસ્તવમાં, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના 2019ના અહેવાલ મુજબ, વરિષ્ઠ નાગરિક મુસાફરોની ‘ગીવ ઈટ અપ’ યોજનાનો પ્રતિસાદ બહુ પ્રોત્સાહક નહોતો. અહેવાલમાં જણાવાયું છે કે કુલ 4.41 કરોડ વરિષ્ઠ નાગરિક મુસાફરોમાંથી, 7.53 લાખ (1.7 ટકા) એ 50 ટકા કન્સેશન છોડી દેવાનું પસંદ કર્યું અને 10.9 લાખ (2.47 ટકા) એ 100 ટકા છૂટ છોડી દીધી.

Next Article