રેલવેએ વિશેષ ટ્રેનો(Special Train)ની ઘોષણા કરી , જાણો ગુજરાતના મુસાફરોને કેટલો લાભ મળશે

|

Jan 11, 2021 | 10:01 AM

ભારતીય રેલ્વે (Indian Railway)એ ફરી Special Train ની સંખ્યા વધારી છે. દેશના ઘણા રુટનમાં સમયાંતરે સતત Special Trainની ઘોષણા થઈ રહી છે. હરિદ્વાર કુંભ મેળામાં યાત્રીઓની સુવિધાઓ ધ્યાનમાં રાખીને આ પ્રયાસો કરાયા છે.

રેલવેએ વિશેષ ટ્રેનો(Special Train)ની ઘોષણા કરી , જાણો ગુજરાતના મુસાફરોને કેટલો લાભ મળશે

Follow us on

ભારતીય રેલ્વે (Indian Railway)એ ફરી Special Train ની સંખ્યા વધારી છે. દેશના ઘણા રુટનમાં સમયાંતરે સતત Special Trainની ઘોષણા થઈ રહી છે. હરિદ્વાર કુંભ મેળામાં યાત્રીઓની સુવિધાઓ ધ્યાનમાં રાખીને આ પ્રયાસો કરાયા છે.

આ ટ્રેનોથી મહારાષ્ટ્ર, ગુજરાત,રાજસ્થાન , હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક શહેરોના યાત્રાઓની સુવિધા છે. રેલવેએ જણાવ્યુ છે કેઆવનારા દિવસોમાં વધુ Special ટ્રેન દોડાવશે.હાલ ત્રણ સ્પિશયલ ટ્રેનો વિશે માહિતી જારી કરાઈ છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બાન્દ્રા ટર્મિનલ-હરિદ્વાર સ્પેશિયલ (09019)
11 જાન્યુઆરીથી કુંભ સ્પેશિયલ તરીકે આ વિશેષ ટ્રેન બાંદ્રા ટર્મિનલથી સવારે 12.05 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 08.20 વાગ્યે હરિદ્વાર પહોંચશે. સામે તે 12 જાન્યુઆરીથી બપોરે 01.30 વાગ્યે હરિદ્વારથી ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 10.05 વાગ્યે બાંદ્રા ટર્મિનલ પહોંચશે.

આ સ્ટેશનો ઉપર ટ્રેન થોભશે
બોરીવલી, વિરાર, પાલઘર, દહનુરોદ, વાપી, વલસાડ, બીલીમોરીયા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ કરજણ, વડોદરા, સમલય, દેરોલ, ગોધરા, સંતારોડ, પીપળૌદ, લીમખેડા થઇ હરીદ્રાર પહોંચશે

 

યોગ સ્પેશિયલ : અમદાવાદથી ૠષિકેશ (09031)
11 જાન્યુઆરીથી સવારે 10.55 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 12.30 વાગ્યે યોગનગરી ૠષિકેશ પહોંચશે અને તે પરત ફરી યોગનગરી ૠષિકેશથી 12 જાન્યુઆરીએ બપોરે 03.40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 02.50 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે
આ ટ્રેન સાબરમતી, ગાંધીનગર, કલોલ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, આબુ રોડ, પિન્દ્રરા, જબાઇ ડેમ થઇ હરિદ્વાર અને ઋષિકેશ પહોંચશે

 

ઉત્તરાંચલ વિકલી સ્પેશિયલ – ઓખાથી દહેરાદૂન (09565)
આ ટ્રેન 15 જાન્યુઆરીથી શરૂ થશે. ઓખાથી દર શુક્રવારે સવારે 10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 07.45 કલાકે દહેરાદૂન પહોંચશે. તે દર રવિવારે ચાલશે. 17 જાન્યુઆરીથી સવારે 05.50 વાગ્યે દહેરાદૂનથી ઉપડશે, તે બીજા દિવસે બપોરે 02.00 વાગ્યે ઓખા પહોંચશે.

ટ્રેન આ સ્ટેશને રોકાશે
ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્ર નગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા , સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલણા, બેવર, અજમેર થઈ હરિદ્વાર  બાદ દેહરાદૂન સ્ટેશન પહોંચશે

Next Article