“યાત્રી કૃપીયા ધ્યાન દે” : Railway સ્ટેશન પર WiFi માટે ચૂકવવા પડશે પૈસા, જાણો શું છે પ્લાન

|

Mar 05, 2021 | 10:40 AM

રેલટેલએ ફ્રી WiFiની સાથે સાથે તેમાંથી કમાણીનો રસ્તો પ[અન્ શોધી કાઢ્યો છે. રેલવે સ્ટેશન પર મળતા WiFi માટે હવે તમારે તમારું ખિસ્સું થોડું હળવું કરવું પડશે. આ ફરી WiFiની સુવિધા લેવા માટે કામસેકમ રૂપિયા 10 વસૂલવામાં આવશે. રેલવેએ 4000 થી પણ વધારે સ્ટેશનો પર Paid WiFiનો પ્લાન તૈયાર કર્યો છે. જો કે એવું કહેવામાં આવે […]

યાત્રી કૃપીયા ધ્યાન દે : Railway સ્ટેશન પર WiFi માટે ચૂકવવા પડશે પૈસા, જાણો શું છે પ્લાન
RailTel WiFi

Follow us on

રેલટેલએ ફ્રી WiFiની સાથે સાથે તેમાંથી કમાણીનો રસ્તો પ[અન્ શોધી કાઢ્યો છે. રેલવે સ્ટેશન પર મળતા WiFi માટે હવે તમારે તમારું ખિસ્સું થોડું હળવું કરવું પડશે. આ ફરી WiFiની સુવિધા લેવા માટે કામસેકમ રૂપિયા 10 વસૂલવામાં આવશે. રેલવેએ 4000 થી પણ વધારે સ્ટેશનો પર Paid WiFiનો પ્લાન તૈયાર કર્યો છે. જો કે એવું કહેવામાં આવે છે પહેલેથી મળતા 30 મિનિટ Free WiFiનો લાભ લોકો મેળવતા જ રહેશે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ જો 30 મિનિટ બાદ જો આપ 5 GB સુધીના ડેટાનો વપરાશ કરો છો તો આપણે 10 રૂપિયા ચૂકવવા પડશે.

સ્ટેશનો પર અડધી કલાક સુધી 1 MBPS સુધીની સ્પીડ સાથે FREE WiFi તો મળે જ છે ત્યાર બાદ પણ વપરાશને ચાલુ રાખવા માટે યાત્રીઓએ હવે નાણાં ખર્ચવા પડશે. આ માટે Internet સેવા આપતી RailTelએ Paid Plan લોન્ચ કર્યો છે.

RailTel WiFi

RailTelના સીએમડી પુનિત ચાવલાએ જણાવ્યું કે સ્ટેશનો પર હાઇ સ્પીડ સુવિધા ઉપલબ્ધ કારવવામાં આવી છે. વાત કરવામા આવે Free WiFiની તો તે યાત્રીઓને 1 Mbpsની સ્પીડ સાથે મળે છે જ્યારે Paid WiFi 34 Mbpsની સ્પીડ સાથે મળશે. પોસ્ટ પ્લાન મુજબ 5GB ડેટા પેક માટે 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે જ્યારે 10 GB ડેટ પેક માટે પ્રતિદિવસ રૂપિયા 15 ચૂકવવા પડશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આવી જ રીતે જો તમે 10 GB ડેટા પાંચ દિવસમાં વાપરી નાખવા માંગો છો 20 રૂપિયા, 20 GB ડેટા પાંચ દીવસમય વાપરવા માંગો છો તો 30 રૂપિયા અને 10 દિવસમાં વાપરી નાખવા માંગો છો 40 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. પોસ્ટ પેડ પ્લાનનો લાભ પણ યાત્રીઓ લઈ શકે છે. આ પ્લાન અંતર્ગત 60 GB ડેટ પેક માટે 70 રૂપિયા ચૂકવવા પડશે.

અડધી કલાક Free WiFiનો ઉપયોગ થાય બાદ મોબાઈલમાં એક મેસેજ આવશે અને ત્યાર બાદ પેમેન્ટ ગેટ-વેના માધ્યમથી ચાર્જ વસૂલીને પાયત્રીઓ હાઇ સ્પીડ ઈન્ટરનેટનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે રેલવે 7950થી વધારે સ્ટેશનો પર 30 મિનિટ ફ્રી વાઇફાઈની સુવિધા આપી રહ્યું છે. કોવિદ 19 પહેલા 2.9 કરોડ લોકોએ આ સુવિધાનો લાભ લીધો હતો.

Next Article