રેલવે મંત્રાલય ટ્રેનો ચલાવવા માટેની જવાબદારી ખાનગી કંપનીને આપવાની તૈયારીમાં!

|

Jun 07, 2019 | 6:40 AM

રેલવેની વ્યવસ્થાઓ સુધારવા માટે રેલવે મંત્રાલય મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મંત્રાલય ગાડીની સેવાઓ હવે ખાનગી કંપનીઓને આપી શકે છે. આવનારા સમયમાં રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની જવાબદારી ખાનગી કંપનીઓને મળી શકે છે. તેને લઈને આવનારા 100 દિવસનો એક ટાર્ગેટ પણ ફિક્સ કરવામાં આવ્યો છે. જેમાં પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની પરમિટ ખાનગી કંપનીઓને આપવાની […]

રેલવે મંત્રાલય ટ્રેનો ચલાવવા માટેની જવાબદારી ખાનગી કંપનીને આપવાની તૈયારીમાં!

Follow us on

રેલવેની વ્યવસ્થાઓ સુધારવા માટે રેલવે મંત્રાલય મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મંત્રાલય ગાડીની સેવાઓ હવે ખાનગી કંપનીઓને આપી શકે છે. આવનારા સમયમાં રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની જવાબદારી ખાનગી કંપનીઓને મળી શકે છે.

તેને લઈને આવનારા 100 દિવસનો એક ટાર્ગેટ પણ ફિક્સ કરવામાં આવ્યો છે. જેમાં પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની પરમિટ ખાનગી કંપનીઓને આપવાની યોજના છે. સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો નફો કરી રહી છે, તેથી આવી ટ્રેનોનું કામ ખાનગી કંપનીઓ લેવા માટે વધારે ઈચ્છુક હશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

રેલવે મંત્રાલયનું ફોક્સ છે કે ખાનગી કંપનીની ભાગદારી વધારવા માટે પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની પરમિટ ટુંક સમયમાં જ ખાનગી કંપનીઓને આપવામાં આવે. ટ્રેનોની જવાબદારી ખાનગી કંપનીને આપવા પાછળનો મુખ્ય હેતુ છે કે તેનાથી પ્રીમિયમ ટ્રેનના મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ રીતે ખાનગી કંપનીઓ સારી સુવિધાઓ આપી શકશે, જ્યારે રેલવે આ ટ્રેનોની પરમિટ ટેન્ડરના આધાર પર કોઈ ઓપરેટરને આપશે તો રેલવેના ડબ્બા અને એન્જિનની જવાબદારી રેલવેની રહેશે. તે સિવાય રેલવે મુસાફરીનું ભાડુ નક્કી કરશે, તેથી પરમિટ મેળવનાર ખાનગી કંપની તે ભાડાથી વધારે કિંમત નહી વસુલી શકે.

આ પણ વાંચો: 100 દિવસમાં શરૂ થશે 5G નેટવર્કનું ટ્રાયલ, દેશભરમાં 5 લાખ WiFi-હોટસ્પોટ બનાવવાની યોજના

માત્ર મુસાફરી ટ્રેનોમાં નહી પણ માલ ગાડીઓમાં પણ ખાનગી કંપનીની ભાગીદારી વધારવા માટે મોટુ પગલું લઈ શકે છે. તે સિવાય માલ ગાડીઓની સ્પીડને પણ વધારવામાં આવી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article