રાહુલ ગાંધી VS પ્રકાશ જાવડેકર વચ્ચે ટ્વીટર વોર, શાહીન બાગથી લઈ ચીનને મદદ કરવા સુધીની રાહુલ ગાંધીની ખાસીયતોને કટાક્ષ રૂપે રજુ કરી

|

Jul 21, 2020 | 11:54 AM

રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલે પ્રહાર કરતાં કોરોના કાળમાં સરકારની 6 સફળતા ગણાવી કટાક્ષ કર્યો છે. જેમાં મધ્ય પ્રદેશ સરકાર પાડવા અને રાજસ્થાનમાં એવો પ્રયત્ન કરવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીને તેમની જ સ્ટાઈલમાં જવાબ આપ્યો […]

રાહુલ ગાંધી VS પ્રકાશ જાવડેકર વચ્ચે ટ્વીટર વોર, શાહીન બાગથી લઈ ચીનને મદદ કરવા સુધીની રાહુલ ગાંધીની ખાસીયતોને કટાક્ષ રૂપે રજુ કરી
http://tv9gujarati.in/rahul-gandhi-vs-…ne-sadhyu-nishan/

Follow us on

રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલે પ્રહાર કરતાં કોરોના કાળમાં સરકારની 6 સફળતા ગણાવી કટાક્ષ કર્યો છે. જેમાં મધ્ય પ્રદેશ સરકાર પાડવા અને રાજસ્થાનમાં એવો પ્રયત્ન કરવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીને તેમની જ સ્ટાઈલમાં જવાબ આપ્યો છે. પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીને કહ્યું છે કે, ફેબ્રુઆરીમાં શાહીન બાગની ઘટના અને રમખાણો તમારી જ સફળતા છે. માર્ચમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ તમારો સાથ છોડી દીધો હતો. જાવડેકરે કહ્યું, રાહુલ બાબા કોરોના વિરુદ્ધ લડાઈમાં દેશની સફળતાની નોંધ કરો. અમેરિકા, યુરોપ અને બ્રાઝિલની સરખામણીએ ભારતમાં કોરોના કેસની એવરેજ, એક્ટિવ કેસ અને ડેથ સૌથી ઓછા છે. દિવો પ્રગટાવવાની વાતની મજાક ઉડાવીને તમે દેશની જનતા અને કોરોના વોરિયર્સનું પણ અપમાન કર્યું છે.

1 રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે ફેબ્રુઆરીમાં નમસ્તે ટ્રંપ કાર્યક્રમ કર્યો તો જાવડેકરે જવાબ આપતાં કહ્યું કે તમે શાહીન બાગ કરાવ્યું.

2 રાહુલે માર્ચમાં મધ્યપ્રદેશમાં સરકાર પાડવાનો આક્ષેપ કર્યો તો જાવડેકરે જ્યોતિરાદિત્ય સિંધિયા અને MP ગુમાવ્યું હોવાનો ટોણો માર્યો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

3 એપ્રિલમાં સરકારે દિવા-મીણબત્તી સળગાવી તેમ રાહુલે કહ્યું તો જાવડેકરે જવાબ આપતાં કહ્યું કે તમે પ્રવાસી મજૂરોને ઉકસાવ્યા.

4 મે મહિનામાં મોદી સરકારની છઠ્ઠી વરસીનો ઉલ્લેખ કર્યો તો જાવડેકરે કોંગ્રેસની ઐતિહાસિક હારની છઠ્ઠી વરસીની યાદ અપાવી.

5 જૂનમાં બિહારમાં વર્ચ્યુઅલ રેલીનો ટોણો માર્યો તો જાવડેકરે ચીનના બચાવમાં આવ્યા હોવાનો જવાબ આપ્યો

6 જુલાઈમાં રાજસ્થાનમાં સરકાર પાડવાનો પ્રયાસ કેન્દ્ર સરકારે કર્યો તેમ કહ્યું તો જાવડેકરે જુલાઈ રાજસ્થાનમાં કોંગ્રેસ પતનના રસ્તે હોવાનું કહ્યું.

એટલું જ નહી પ્રકાશ જાવડેકરે આગળ એમ પણ લખ્યું  કે રાહુલ બાબા તમે ભારત વિશેની વિશેષતા માટે પણ લખો કે જેમાં કોરોના વિશેનો જંગ જારી છે જેમાં બીજા દેશની સરખામણીમાં આપણા દેશની સ્થિતિ સારી છે. એક્ટીવ કેસ અને મોતનાં આંકડામાં અમેરિકાનાં મુકાબલામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. તમે મીણબત્તી પેટાવવાનો મજાક ઉડાવીને દેશના કોરોના વોરીયર્સની મજાક ઉડાવી છે.

Next Article