National Herald Case: રાહુલ ગાંધીની 4 દિવસમાં 40 કલાક કરાઈ પૂછપરછ, EDએ મંગળવારે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા

|

Jun 20, 2022 | 10:11 PM

રાહુલ ગાંધી પહેલીવાર 13 જૂનના રોજ દિલ્હીના એપીજે અબ્દુલ કલામ રોડ પર આવેલા ED હેડક્વાર્ટરમાં દેખાયા હતા અને ત્યારથી ચાર વખત એજન્સી સમક્ષ હાજર થયા હતા. કોંગ્રેસ સાંસદની અત્યાર સુધી 40 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે.

National Herald Case: રાહુલ ગાંધીની 4 દિવસમાં 40 કલાક કરાઈ પૂછપરછ, EDએ મંગળવારે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા
Rahul Gandhi
Image Credit source: File Image

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસ (National Herald Case) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધીની આજે ચોથા રાઉન્ડમાં પૂછપરછ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) ગયા અઠવાડિયે આ કેસમાં રાહુલ ગાંધીની (Rahul Gandhi) સતત ત્રણ દિવસ પૂછપરછ કરી હતી. આ પછી આજે ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ EDએ રાહુલ ગાંધીને મંગળવારે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

નોંધનીય છે કે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની અત્યાર સુધી ચાર દિવસમાં 40 કલાક પૂછપરછ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે સોમવારથી બુધવાર સુધી રાહુલ ગાંધીની 30 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ ગયા શુક્રવારે ફરીથી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાના હતા. જો કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમની માતા સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત અંગે EDના તપાસ અધિકારીને પત્ર લખીને તેમને શુક્રવાર (17 જૂન)ના રોજ થનારી પૂછપરછમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. EDએ પણ તેની અપીલ સ્વીકારી લીધી હતી અને તેને 20 જૂન એટલે કે આજે હાજર થવા જણાવ્યું હતું.

રાહુલ ગાંધીની અત્યાર સુધી 40 કલાક સુધી પૂછપરછ કરાઈ

રાહુલ ગાંધી પહેલીવાર 13 જૂનના રોજ દિલ્હીના એપીજે અબ્દુલ કલામ રોડ પર આવેલા ED હેડક્વાર્ટરમાં દેખાયા હતા અને ત્યારથી ચાર વખત એજન્સી સમક્ષ હાજર થયા હતા. કોંગ્રેસ સાંસદની અત્યાર સુધી 40 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ED નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારની ભૂમિકાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સી યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓને બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. નેશનલ હેરાલ્ડ અખબાર યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની માલિકીનું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

3 દિવસ બાદ સોનિયા ગાંધીની પૂછપરછ

EDએ રાહુલ ગાંધીને ‘યંગ ઈન્ડિયન’ની સ્થાપના ‘નેશનલ હેરાલ્ડ’ની કામગીરી અને કોંગ્રેસ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને આપવામાં આવેલી લોન અને મીડિયા સંસ્થામાં નાણાંની લેવડદેવડ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હોવાનું કહેવાય છે. ‘યંગ ઈન્ડિયન’ના પ્રમોટર્સ અને શેરધારકોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગના આ કેસમાં સોનિયા ગાંધીને પણ નવેસરથી સમન્સ જાહેર કર્યા છે અને તેમને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.

Next Article