શેરબજારમાં ‘સ્કેમ’ બતાવનારા રાહુલ ગાંધીને પણ થયો હતો ફાયદો, પછી લાગ્યો ઝટકો!

|

Jun 07, 2024 | 8:02 PM

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મળા સીતારમણ સામે આક્ષેપો કર્યા હતા કે, તેઓએ લોકોને સ્ટોક ખરીદવા માટે કહ્યું હતુ. જે માટે રાહુલ ગાંધીએ હવે જેપીસી તપાસની માંગ કરી દીધી હતી. જોકે ભાજપે પણ વળતો જવાબ આપ્યો હતો કે, રાહુલ ગાંધી રોકાણકારોને ડરાવી રહ્યા છે.

શેરબજારમાં સ્કેમ બતાવનારા રાહુલ ગાંધીને પણ થયો હતો ફાયદો, પછી લાગ્યો ઝટકો!
રાહુલ ગાંધીને પણ થયો હતો ફાયદો

Follow us on

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના પૂર્ણ થવા સાથે જ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. ત્યાર બાદ શેર બજાર આગળના દિવસે ખૂબ જ ઉંચે ચડ્યો હતો. જોકે પરિણામો આવવાથી લઈને એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટવા સુધીમાં શેર બજારમાં ખૂબ જ ઉચાર ચડાવ જોવા મળ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને નાણા પ્રધાન સામે આક્ષેપો કરી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મળા સીતારમણ સામે આક્ષેપો કર્યા હતા કે, તેઓએ લોકોને સ્ટોક ખરીદવા માટે કહ્યું હતુ. જે માટે રાહુલ ગાંધીએ હવે જેપીસી તપાસની માંગ કરી દીધી હતી. જોકે ભાજપે પણ વળતો જવાબ આપ્યો હતો કે, રાહુલ ગાંધી રોકાણકારોને ડરાવી રહ્યા છે.

રાહુલ ગાંધીના પૉર્ટફોલિયો પર નજર

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટમાં સૌથી મોટા સ્કેમનો આક્ષેપ કર્યો છે, પરંતુ એમના જ પૉર્ટફોલિયો પર નજર કરીએ તો, તેમની પાસે અનેક શેર જોવા મળે છે. જેમાં એશીયન પેઈન્ટ્સ અને પીડીલાઈટ જેવા શેર પણ તેમના પોર્ટફોલિયોમાં સામેલ છે. રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન જાહેર કરેલ એફિડેવિટમાં દર્શાવ્યા મુજબના શેરો ને લઈ જોવામાં આવે તો, પરિણામના દિવસે શેર બજારમાં થયેલ કડાકામાં નુક્સાન થયું હતું.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

જોકે હવે શેર બજાર જેમ જેમ સુધારો દર્શાવતું ગયું હતુ એમ જ તેમના પોર્ટફોલિયોમાં પણ નુક્સાન રિકવર થઈ રહ્યું હતુ. માનવામાં આવે છે કે, ઉતાર ચડાવ દરમિયાન તેમના પોર્ટફોલિયોમાં નુક્સાન જ નહીં ફાયદો પણ થયો છે. રિપોર્ટ્સનુસાર હવે તેમના પૉર્ટફોલિયોના શેરના માર્કેટ વેલ્યૂ મુજબ ગુરુવારે પૂર્ણ રીતે રિકવર થયું છે. તો શુક્રવારે પણ તે શેરમાં સારો સુધારાનો ફાયદો જોવા મળી રહ્યો છે.

પોર્ટફોલિયોમાં છે આ શેર

હવે રાહુલ ગાંધીના પૉર્ટફોલિયો પર પણ એક નજર કરીએ. સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પોર્ટફોલિયામાં મહત્વના હોલ્ડિંગ્સમાં ઈન્ફોસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, આઈટીસી, હિન્દુસ્તાન યૂનિલીવર, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટસ, પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ સામે સ્ટોક્સ સામેલ છે. શેર બજારના દિગ્ગજો મુજબ ડિફેન્સિવ સેકટર્સ માટે લાર્જ કેપ ઈન્ડેક્સ સ્ટોક્સ બતાવવામાં આવે છે. જે લોન્ગ ટર્મમાં સારો નફો આપે છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article