AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીએ કહ્યુ આજે પણ મારી પાસે મારું પોતાનું ઘર નથી, 1977નો કિસ્સો સાંભળી ભાવુક થયા સોનિયા ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, 'આ 1977ની વાત છે. હું નાનો હતો. દેશમાં ચૂંટણી થવાની હતી. હું ઘરે પહોંચ્યો ત્યારે વિચિત્ર વાતાવરણ હતું. જ્યારે મેં મારી માતાને પૂછ્યું તો તેણે કહ્યું કે આપણે ઘર છોડીને જઈ રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ કહ્યુ આજે પણ મારી પાસે મારું પોતાનું ઘર નથી, 1977નો કિસ્સો સાંભળી ભાવુક થયા સોનિયા ગાંધી
Rahul GandhiImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 12:09 AM
Share

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના સંમેલનને સંબોધિત કરતી વખતે ઈમોશનલ કાર્ડ રમ્યું હતું. તેમણે 1977નો એક કિસ્સો સંભળાવ્યો, જેને સાંભળીને તેમની માતા સોનિયા ગાંધી પણ ભાવુક થઈ ગયા. રાહુલે કહ્યું કે હું 52 વર્ષનો છું, પરંતુ આજે પણ મારી પાસે મારું પોતાનું ઘર નથી. આ વાત સમજાવવા તેણે એક જૂની ઘટનાનો સહારો લીધો. રાહુલે કહ્યું, ‘આ 1977ની વાત છે. હું નાનો હતો. દેશમાં ચૂંટણી થવાની હતી. હું ઘરે પહોંચ્યો ત્યારે વિચિત્ર વાતાવરણ હતું. જ્યારે મેં મારી માતાને પૂછ્યું તો તેણે કહ્યું કે આપણે ઘર છોડીને જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેજસ એક્સપ્રેસ ટ્રેનની તસ્વીર કરી ટ્વીટ, ભારતની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક છે તેજસ

રાહુલે આગળ કહ્યું, ‘ત્યાં સુધી મને લાગતું હતું કે આ ઘર અમારૂ છે. જ્યારે મેં ઘર છોડવાનું કારણ પૂછ્યું તો મમ્મીએ મને પહેલીવાર કહ્યું કે આ ઘર આપણું નથી. આ સરકારનું ઘર છે. આપણે અહીંથી જવું પડશે. જ્યારે મેં પૂછ્યું કે ક્યાં જવું છે, તો તેણે કહ્યું કે મને ખબર નથી. આજે તેને 52 વર્ષ થયા છે. આજે પણ અમારી પાસે પોતાનું ઘર નથી.

રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે જ્યાં સુધી અદાણી ગ્રૂપ સાથે સંબંધિત મામલાની સત્યતા સામે નહીં આવે ત્યાં સુધી તેમની પાર્ટી પ્રશ્નો પૂછતી રહેશે. પાર્ટીના 85માં અધિવેશનમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એક જ છે. ભવિષ્યમાં “ભારત જોડો યાત્રા” જેવા અન્ય કાર્યક્રમનો સંકેત આપતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને “તપસ્યા”નો કાર્યક્રમ બનાવવા કહ્યું જેમાં તમામ લોકો ભાગ લે. જ્યારે ભાજપ-આરએસએસના લોકો “સત્તાગ્રહી” છે.

અદાણી કેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી અને મોદી એક છે અને તમામ પૈસા એક વ્યક્તિ પાસે જાય છે. તેમણે કહ્યું, “સંસદની કાર્યવાહીમાંથી અમારા શબ્દો હટાવવામાં આવ્યા હતા. અમે પ્રશ્નો પૂછતા રહીશું. અમે એક વાર નહીં, પરંતુ હજારો વખત પ્રશ્નો પૂછીશું. જ્યાં સુધી અદાણીજીનું સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી અમે પ્રશ્નો પૂછતા રહીશું. ”

રાહુલ ગાંધીએ સંમેલનમાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ માત્ર 15-20 ભાજપના લોકો સાથે શ્રીનગરમાં તિરંગો ફરકાવ્યો હતો, પરંતુ અમે કાશ્મીરના લાખો યુવાનો દ્વારા તિરંગો ફરકાવ્યો. ચીનના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ. જયશંકરના એક નિવેદનને ટાંકીને તેમણે કહ્યું હતું કે, જો તમે તમારાથી નબળા લોકો સાથે જ લડો તો તેને કાયરતા કહેવાય, તે રાષ્ટ્રવાદ નથી.

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">