નફરત-હિંસા ફેલાવવી એ રાષ્ટ્ર વિરોધી, રાહુલ ગાંધી પહેલીવાર PFI પર ખુલીને બોલ્યા

|

Oct 08, 2022 | 4:10 PM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું, હું માનું છું કે નફરત ફેલાવનાર વ્યક્તિ કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ કયા સમુદાયમાંથી આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. નફરત અને હિંસા ફેલાવવી એ દેશ વિરોધી કૃત્ય છે અને અમે આવા લોકો સામે લડીશું.

નફરત-હિંસા ફેલાવવી એ રાષ્ટ્ર વિરોધી, રાહુલ ગાંધી પહેલીવાર PFI પર ખુલીને બોલ્યા
Rahul Gandhi

Follow us on

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર કેન્દ્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ આ મુદ્દા પર પહેલીવાર બોલતા કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) કહ્યું, હું માનું છું કે નફરત ફેલાવનાર વ્યક્તિ કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ કયા સમુદાયમાંથી આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. નફરત અને હિંસા ફેલાવવી એ દેશ વિરોધી કૃત્ય છે અને અમે આવા લોકો સામે લડીશું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે શનિવારે કર્ણાટકના તુમકુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવી આશંકાઓને ફગાવી દીધી હતી કે ગાંધી પરિવાર પાર્ટીના આગામી અધ્યક્ષને દૂરથી નિયંત્રિત કરી શકે છે. તેમણે કહ્યું કે અધ્યક્ષ પદ માટે લડી રહેલા બંને ઉમેદવારો – મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર – મજબૂત અને સારી સમજ ધરાવનારા વ્યક્તિઓ છે.

રાહુલ ગાંધી ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા. તેઓ અંગ્રેજો સામે લડનાર કોંગ્રેસ પક્ષના નેતા હતા, જેમણે ઘણા વર્ષો જેલમાં વિતાવ્યા હતા. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલે અંગ્રેજો સામે લડતા પોતાના જીવ આપ્યા. રાહુલે કહ્યું કે મારી સમજ મુજબ આરએસએસ અંગ્રેજોને મદદ કરતું હતું અને સાવરકર અંગ્રેજો પાસેથી સ્ટાઈપેન્ડ મેળવતા હતા. આ ઐતિહાસિક તથ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાજપ ક્યાંય જોવા નહીં મળે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

રાહુલ ગાંધી ગૌતમ અદાણી પર બોલ્યા

રાજસ્થાનમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના રોકાણ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અદાણીએ રાજસ્થાન માટે 60,000 કરોડના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. કોઈ પણ મુખ્યમંત્રી આ વાતને નકારી શકે નહીં. મારો વિરોધ એકાધિકાર સામે છે. રાજસ્થાન સરકારે અદાણીને ખાસ ટ્રીટમેન્ટ આપી નથી, રાજસ્થાન સરકારે પોતાની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને અદાણીના બિઝનેસને મદદ કરી નથી.

કોઈનું નિયંત્રણ કરી શકતું નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે જો આખી સિસ્ટમ માત્ર 2-3 લોકોને પક્ષપાતી રીતે મદદ કરવા લાગે તો ભારતને નુકસાન થાય છે. જો રાજસ્થાન સરકારે ખોટી રીતે અદાણીને બિઝનેસ આપ્યો તો હું તેની વિરુદ્ધ છું, હું તેની સામે ઊભો રહીશ. જો નિયમો અનુસાર આપવામાં આવે તો કોઈ સમસ્યા નથી. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી અંગેની તમામ આશંકાઓને ફગાવી દેવામાં આવી હતી કે ગાંધી પરિવાર પાર્ટીના આગામી અધ્યક્ષને દૂરથી નિયંત્રિત કરી શકે છે.

Published On - 4:10 pm, Sat, 8 October 22

Next Article