
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, આજે ગુરુવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) પર મતદાર યાદીમાં મોટા પાયે ગોટાળાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે દેશમાં ખૂબ જ મોટું ગુનાહિત કૌભાંડ થઈ રહ્યું છે. આ કૌંભાડ ચૂંટણી પંચ અને શાસક પક્ષ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, આપણે એ ભૂલવું ના જોઈએ કે વડા પ્રધાન એ ભારતના વડા પ્રધાન છે. જેમની પાસે માત્ર 25 બેઠકોની ખૂબ જ પાતળી બહુમતી છે.
તેમણે કહ્યું કે અમે ચૂંટણી પંચને કહી રહ્યા છીએ કે તમે ભારતીય લોકશાહીનો નાશ કરવાના વ્યવસાયમાં નથી. તમે તેને બચાવવાના વ્યવસાયમાં છો. આ બધી માહિતી હવે સાબિતી છે. આ એક એવો ગુનો છે જે ભારતીય બંધારણ અને ભારતીય ધ્વજ વિરુદ્ધ થઈ રહ્યો છે. આ કામગીરી ગુનાહીત ષડયંત્રથી ઓછી કંઈ નથી, અને આ એક વિધાનસભામાં થયેલા ગુનાનો પુરાવો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમને સંપૂર્ણ ખાતરી છે કારણ કે અમે જે રીતે પેટર્ન જોઈ રહ્યા છીએ. અમે જી રીતે પેટર્નનો અભ્યાસ કર્યો છે. અમને સંપૂર્ણ ખાતરી છે કે આ ગુનો આખા દેશમાં, એક પછી એક રાજ્યમાં મોટા પાયે થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે અમારા માટે સીસીટીવી ફૂટેજ અને મતદાર યાદી હવે ગુનાના પુરાવા છે અને ચૂંટણી પંચ તેનો નાશ કરવામાં રોકાયેલું છે. તેથી હું દેશને કહેવા માંગુ છું કે આ દેશમાં ખૂબ મોટુ ગુનાહિત કૌભાંડ થઈ રહ્યુ છે. આ ચૂંટણી પંચ અને શાસક પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમે તમને અહીં એકદમ સ્પષ્ટ અને નિર્વિવાદ પુરાવા આપ્યા છે.
LIVE: Press Conference – #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto
— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભાજપ અને ભારતના ચૂંટણી પંચ વચ્ચે ચૂંટણીલક્ષી સંડોવણી છે. તેમણે વિવિધ મતવિસ્તારોમાં નકલી મતદારો અને મતદાર યાદીમાં નકલી સરનામાં ઉમેરવાના ‘પુરાવા’ બતાવ્યા.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 2024 માં સત્તામાં રહેવા માટે વડા પ્રધાનને ફક્ત 25 બેઠકો “ચોરી” કરવાની જરૂર હતી અને લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે 33,000 થી ઓછા મતોના માર્જિનથી 25 બેઠકો જીતી હતી.
ગાંધીએ દાવો કર્યો હતો કે 2023 ની છત્તીસગઢ ચૂંટણી પછી કોંગ્રેસને સંભવિત ચૂંટણી ગોટાળાની શંકા હતી, અને કહ્યું કે 2024 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેની પુષ્ટિ થઈ હતી. કોંગ્રેસ અને તેના જોડાણ બંને ભાજપ સામે ચૂંટણી હારી ગયા.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો