AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીએ ફરી ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યુ- ભાજપ મારી છબી ખરાબ કરવા કરોડો રૂપિયા ખર્ચી રહી છે

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહુ કે, ભાજપે મારી એક અલગ ઈમેજ બનાવી છે. તે લોકો માને છે કે તે ઈમેજ મારા માટે હાનિકારક છે, પરંતુ તે મારા માટે ફાયદાકારક છે. કારણ કે સત્ય મારી સાથે છે. મારા પર વ્યક્તિગત હુમલો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું.

રાહુલ ગાંધીએ ફરી ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યુ- ભાજપ મારી છબી ખરાબ કરવા કરોડો રૂપિયા ખર્ચી રહી છે
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 4:09 PM
Share

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ મારી છબી ખરાબ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ભાજપે મારી એક અલગ ઈમેજ બનાવી છે. તે લોકો માને છે કે તે ઈમેજ મારા માટે હાનિકારક છે, પરંતુ તે મારા માટે ફાયદાકારક છે. કારણ કે સત્ય મારી સાથે છે. મારા પર વ્યક્તિગત હુમલો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું.

રાજસ્થાનના રાજકીય વિવાદ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો

રાજસ્થાનમાં ચાલી રહેલા ગેહલોત અને પાયલોટ વચ્ચેના વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, બંને નેતાઓ કોંગ્રેસ માટે સંપત્તિ છે. રાહુલ ગાંધી ખુલીને કશું બોલ્યા નહોતા અને ટૂંકો જવાબ આપીને હસવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે હું તેમાં વધારે પડવા માંગતો નથી. રાહુલે વધુમાં કહ્યું કે હું ગેરંટી આપી શકું છું કે આ વિવાદની ભારત જોડો યાત્રા પર કોઈ અસર નહીં થાય.

હું અમેઠીથી ચૂંટણી લડું કે નહીં, તે દોઢ વર્ષ પછી નક્કી થશે: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ભારત જોડો યાત્રા દેશનો અવાજ બુલંદ કરી રહી છે. દેશમાં બેરોજગારીનું મુખ્ય કારણ સંપત્તિનું કેન્દ્રીકરણ અને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓમાં સીમિત થવું એ છે. એકથી દોઢ વર્ષ પછી હું નક્કી કરીશ કે હું અમેઠીથી ચૂંટણી લડું કે નહીં. અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન ભારત જોડો યાત્રા પર છે.

દેશમાં નફરત અને ભયનું વાતાવરણ છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે પદયાત્રામાં દરરોજ નવો અનુભવ થાય છે. રાહુલ ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ દેશની જનતાનો અવાજ સાંભળી રહી નથી. આ સમયે દેશમાં નફરત અને ભયનું વાતાવરણ છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેઓ તેમના તમામ લોકોની વાત સાંભળે છે.

g clip-path="url(#clip0_868_265)">