Lakhimpur Kheri Violence: રાજકીય ઘમાસાણ બાદ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવા યુપી સરકારની મંજૂરી

|

Oct 06, 2021 | 1:32 PM

લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લખીમપુર આવી રહ્યા હતા. આ સમયે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Lakhimpur Kheri Violence: રાજકીય ઘમાસાણ બાદ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવા યુપી સરકારની મંજૂરી
Rahul Gandhi and Priyanka Gandhi Vadra (file photo)

Follow us on

ઉત્તર પ્રદેશ સરકારે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવા માટેની મંજૂરી આપી છે. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ લખીમપુર ખીરી જઈ શકે છે. ઉતરપ્રદેશ સરકારના ગૃહ વિભાગે આની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લખીમપુર ખીરીના પીડિતોના પરિવારોને મળશે.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ લખીમપુર આવવાની મંજૂરી આપી

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

યુપી સરકારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી નેતાઓને લખીમપુર જવાની મંજૂરી આપી છે. અગાઉ, રાહુલ ગાંધીને વહીવટીતંત્ર તરફથી લખીમપુર ખીરી જવા મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કલમ 144 ના નિયમનો ઉલ્લેખ કરીને પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ પક્ષનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ બુધવારે પીડિત પરિવારને મળવા માટે લખીમપુર જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લખીમપુર આવી રહ્યા હતા. આ સમયે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Lakhimpur Violence: કલમ 144 ની વચ્ચે, રાહુલ ગાંધી આજે પીડિતોને મળવા માટે લખીમપુર જશે, બે નેતાઓ સાથે રહેશે, સરકાર તરફથી પરવાનગી મળી નથી

આ પણ વાંચોઃ Priyanka Gandhi Viral Video: પ્રિયંકા ગાંધીને કેમ લગાવવું પડ્યુ ઝાડુ ? હવે વાયરલ વીડિયોને લઇને તપાસના આદેશ જાહેર

Next Article