રાફેલ અને રાહુલ મામલે સુપ્રીમ કોર્ટમાં અંદાજે 2 કલાક સુધી સુનાવણી ચાલી, જાણો પ્રશાંત ભૂષણ અને અરૂણ શૌરીએ શું દલીલો કરી, આ દિવસે આવી શકે છે ચુકાદો

|

May 10, 2019 | 1:33 PM

અંદાજે 2 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમે ચુકાદાને અનામત રાખ્યો છે, રાફેલ મામલાની સાથે રાહુલ ગાંધી પર કોર્ટની અવમાનના કેસમાં પણ સુનાવણી ચાલી હતી. આ બંને કેસનો ચુકાદો એક સાથે જ આવશે. આ પણ વાંચોઃ છઠ્ઠા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસન સહિત જુદી જુદી પાર્ટીના કુલ 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ, જાણો કઈ પાર્ટી […]

રાફેલ અને રાહુલ મામલે સુપ્રીમ કોર્ટમાં અંદાજે 2 કલાક સુધી સુનાવણી ચાલી, જાણો પ્રશાંત ભૂષણ અને અરૂણ શૌરીએ શું દલીલો કરી, આ દિવસે આવી શકે છે ચુકાદો

Follow us on

અંદાજે 2 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમે ચુકાદાને અનામત રાખ્યો છે, રાફેલ મામલાની સાથે રાહુલ ગાંધી પર કોર્ટની અવમાનના કેસમાં પણ સુનાવણી ચાલી હતી. આ બંને કેસનો ચુકાદો એક સાથે જ આવશે.

આ પણ વાંચોઃ છઠ્ઠા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસન સહિત જુદી જુદી પાર્ટીના કુલ 146 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર આરોપો દાખલ, જાણો કઈ પાર્ટી આગળ અને કઈ પાછળ છે

રાફેલ મામલામાં પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી યોજાઈ હતી. અંદાજે 2 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમે ચુકાદાને અનામત રાખ્યો છે. રાફેલ મામલાની સાથે રાહુલ ગાંધી પર કોર્ટની અવમાનના કેસમાં પણ સુનાવણી ચાલી હતી. આ બંને કેસનો ચુકાદો એક સાથે જ આવશે. રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે ડિસેમ્બરર 2018માં આપેલા એક ચુકાદાને બદલવાની માગ કરાઈ છે. ડિસેમ્બરમાં કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે ફ્રાંસ સાથે થયેલી ડીલ યોગ્ય છે. બીજી તરફ રાહુલ ગાંધીની વિરુદ્ધ કોર્ટના આદેશની અવમાનના થઈ હોવાની અરજી કરાઈ હતી. જે મામલે રાહુલ ગાંધીએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને માફી પણ માગી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સુપ્રીમ કોર્ટમાં આજે અંદાજે 2 કલાક સુધી સુનાવણી ચાલી હતી. જેમાં અરજીકર્તા પ્રશાંત ભૂષણે રાફેલ ડીલને શંકાની દ્રષ્ટીએ જોતા કહ્યું કે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ભૂષણે કહ્યું કે ડીલ પહેલા સરકારે સ્ટેન્ડર્ડ પ્રોસિઝરની 8 શરતને હટાવી દીધી જે ભ્રષ્ટાચાર પર નિયંત્રણ કરે છે. સમાધાન કરનારી ટીમના 3 સદસ્યોએ ડીલ વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફ્રાંસ સરકાર પાસેથી ર્સોવરિન ગેરેન્ટી પણ લીધી નહોતી. માત્ર લેટર ઓફ કમ્ફર્ટ લેવાયો હતો. જેનું કોઈ મહત્વ નથી અને રાફેલ ડીલનો મતલબ માત્ર અનિલ અંબાણીને લાભ પહોંચાડવાનો હતો.

TV9 Gujarati

 

અરૂણ શૌરીએ દલીલ કરતા કહ્યું કે કોર્ટે રાખેલા ભરોસાનો દુરપયોગ કરાયો છે. શૌરીએ આરોપ લગાવતા કહ્યું કે PMO સમાન્તર સોદાબાજી કરે છે. સરકાર તરફથી AG વેણુગોપાલે કહ્યું કે અરજદારો સુપ્રીમ કોર્ટને ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથે કહ્યું કે અરજદારો માત્ર રક્ષા મંત્રાલયથી ચોરેલા દસ્તાવેજોના કેટલાક અંશ જ કોર્ટ સમક્ષ રાખી રહ્યા છે. જે કોર્ટને ભટકાવવાની કોશિશ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article