કેન્દ્રીય કેબિનેટમાં “One Nation, One Election” ને મંજૂરી મળી પરંતુ આ 5 સવાલ વિશે વિચારવું જરૂરી, જુઓ Video

|

Sep 18, 2024 | 5:12 PM

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

કેન્દ્રીય કેબિનેટમાં One Nation, One Election ને મંજૂરી મળી પરંતુ આ 5 સવાલ વિશે વિચારવું જરૂરી, જુઓ Video

Follow us on

લાંબા સમય થી જેની રાહ જોવાઈ રહી હતી. વન નેશન વન ઇલેક્શનને લઈને જે કામ અટક્યું હતું તે આગળ વધ્યું છે કારણ કે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દેવાઈ છે.  ત્યારે આ અંગે અનેક વાત એવી છે જે લોકોનામાં મનમાં સતત ખટકતી રહે.

સેન્ટ્ર્લમાં બહુમતી મળે પરંતુ રાજ્યમાં બહુમતી ના મળે તો શુ..હવે આ સવાલના જવાબ પર નજર કરવામાં આવે તો “One Nation, One Election” હેઠળ જો કોઈ પક્ષને કેન્દ્રમાં બહુમતી મળે છે પરંતુ કોઈ રાજ્યમાં બહુમતી ન મળે તો બંને સ્તરે સરકારો વિવિધ પક્ષો દ્વારા ચલાવવામાં આવશે. ભારતના સંઘીય બંધારણ મુજબ આ સામાન્ય છે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો બંને માટે અલગ-અલગ ચૂંટણીઓ હોય છે અને તેઓ પાસે અલગ અધિકારક્ષેત્ર પણ હોય છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

કેન્દ્ર સરકાર તેના અધિકારક્ષેત્રમાં રાષ્ટ્રીય મુદ્દાઓનું સંચાલન કરશે, જ્યારે રાજ્ય સરકાર તેના રાજ્ય સાથે સંબંધિત વિષયો પર શાસન કરશે. આવા કિસ્સાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કેટલાક નીતિ કે રાજકીય મતભેદો હોઈ શકે છે, પરંતુ બંને બંધારણ હેઠળ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. આનાથી સરકારો વચ્ચે સંકલનની જરૂરિયાત વધે છે, જેથી જનતાને અસર કરતી બાબતો પર કોઈ મતભેદ ન રહે અને શાસન સુચારુ રીતે ચાલે.

આ સાથે જ જો ગઠબંધનથી રાજ્યમાં સરકાર બની હોય અને તે ગઠબંધન સમય પહેલા જ (પાંચ વર્ષ પહેલા) તુટી પડે તો શુ સ્થિતિ સર્જાય તેને લઈને પણ મોટી વિચારણા કરવી રહી. આ સિવાય જો કોઈ રાજ્યમાં તોડફોડ કે અન્ય કારણોસર રાષ્ટ્રપતિ શાસન લાગે તો શુ થાય…કેવી રીતે ચૂંટણી યોજી અને સરકાર બની શકે. આ તમામ મુદ્દાઓ પર ચિંતન કરવું ખૂબ જરૂરી બની જાય છે.

Next Article