જનરલ બિપિન રાવતના નિધન પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?

|

Dec 09, 2021 | 5:51 PM

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેના પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?

જનરલ બિપિન રાવતના નિધન પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?
Sanjay Raut ( file photo )

Follow us on

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું (General Bipin Rawat) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) મૃત્યુ થયાના એક દિવસ પછી, શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena MP Sanjay Raut) ગુરુવારે આ દુર્ઘટના પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકોના મનમાં શંકા છે. રાઉતે એ વાત પર ભાર મૂક્યો કે જ્યારે દેશના સર્વોચ્ચ કમાન્ડર સૌથી અત્યાધુનિક અને સલામત હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અકસ્માત કેવી રીતે થઈ શકે ?

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. દેશના સર્વોચ્ચ કમાન્ડર સૌથી અત્યાધુનિક અને સલામત હેલિકોપ્ટરમાં મુસાફરી કરે છે અને અકસ્માતમાં મૃત્યુ પામે છે. લોકોના મનમાં શંકા છે કે શું થયું ? આ કેવી રીતે થઈ શકે ? મને ખાતરી છે કે સરકાર પણ આ આઘાતમાંથી બહાર નહીં આવી હોય.

તામિલનાડુમાં બુધવારે બપોરે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોમાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો સમાવેશ થાય છે. જનરલ રાવત તમિલનાડુના સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા ત્યારે ગઈ કાલે કુન્નુર પાસે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા (LoP) મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા, અને દાવો કર્યો કે વિપક્ષી સભ્યોને સંસદમાં CDS રાવત અને અન્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમય આપવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીયસ્તરની સમાચાર એજન્સીએ ખડગેને ટાંકીને જણાવ્યું હતું કે રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાનના નિવેદન પછી, વિપક્ષે CDS જનરલ બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક સાંસદ પાસેથી એકથી બે મિનિટની માગણી કરી હતી. પરંતુ અમને મંજૂરી આપવામાં આવી ન હતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે તેની નિંદા કરીએ છીએ.

આ પણ વાંચોઃ

જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃતદેહને લઈ જતી એક ગાડીનો અકસ્માત થયો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

આ પણ વાંચોઃ

ISRO: ગગનયાન પહેલા ભારત આવતા વર્ષે 2 માનવરહિત મિશન લોન્ચ કરશે, શુક્ર પર જવાની તૈયારી, રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે આપી જાણકારી

Next Article