Punjab High-court: 18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ યુવતી કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે: હાઇકોર્ટ

Punjab High-courtએ છોકરીઓના લગ્નની વયને લઈને એક મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ યુવતી તેની પસંદના કોઈપણ છોકરા સાથે લગ્ન કરી શકે છે.

Punjab High-court: 18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ યુવતી કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે: હાઇકોર્ટ
હાઈકોર્ટનો નિર્ણય
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 10, 2021 | 11:37 AM

Punjab High-courtએ છોકરીઓના લગ્નની વયને લઈને એક મોટો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ યુવતી તેની પસંદના કોઈપણ છોકરા સાથે લગ્ન કરી શકે છે. કાયદાકીય રીતે પરિવાર તેમાં દખલ કરી શકશે નહીં. ન્યાયાધીશ અલકા સરીન દ્વારા મુસ્લિમ ધાર્મિક પુસ્તકના આર્ટિકલ -1955 ના આધારે આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે.

શું છે સંપૂર્ણ મામલો હકીકતમાં મોહાલીના એક પ્રેમી મુસ્લિમ દંપતીએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં યુવક 36 વર્ષિય અને 17 વર્ષની મુસ્લિમ છોકરીને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. આ વર્ષે 21 જાન્યુઆરીએ બંનેએ મુસ્લિમ વિધિ અનુસાર લગ્ન કર્યા. આ લગ્ન બંનેના પહેલા લગ્ન હતા. પરંતુ તેમનો પરિવાર આ સંબંધથી ખુશ નહોતો. જેને કારણે બંનેને પરિવાર તરફથી ધમકીઓ મળી રહી હતી.

પરિવાર તરફથી જ્યારે આવી ધમકીઓ મળી ત્યારે બંનેએ કોર્ટનો આસરો લીધો. બંનેએ કોર્ટમાં અરજી કરી અને સુરક્ષાની માંગણી કરી. પરિવારની દલીલ હતી કે છોકરી નાબાલિક છે. જેના કારણે આ લગ્ન ગેરકાયદેસર છે. પરંતુ અરજદાર પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ 15 વર્ષના મુસ્લિમ છોકરો અને છોકરી લગ્ન કરી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોર્ટે આપ્યો ચુકાદો

આ મામલે ચુકાદો આપતી વખતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સર ડી. ફરદૂનજી મુલ્લાના પુસ્તક ‘પ્રિન્સીપલ ઓફ મોહમ્મદન લો’ ને ટાંકીને કહ્યું, ‘મુસ્લિમ છોકરો અને છોકરી તેમની પસંદની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે, તેમને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. આ નિર્ણય મુસ્લિમ પર્સનલ લો દ્વારા આપવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">