પંજાબ સરકારે ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, 10 રૂપિયા સુધી સસ્તુ કર્યુ તેલ

|

Nov 07, 2021 | 5:22 PM

પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ચન્ની સરકારે મોટી જાહેરાત કરી છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 10 રૂપિયા પ્રતિ લીટર અને 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

પંજાબ સરકારે ઘટાડ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, 10 રૂપિયા સુધી સસ્તુ કર્યુ તેલ
CM Charanjit Singh Channi

Follow us on

કેન્દ્ર સરકારે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)માં ભાવ ઘટાડયા બાદ હવે પંજાબ સરકારે (Punjab Government) પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડાનો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જનતાને રાહત આપી રિઝવવાનો પ્રયાસ શરુ કર્યો છે. પંજાબ સરકારે પેટ્રોલમાં પ્રતિ લીટર 10 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 5 રૂપિયા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

 

એક તરફ દેશભરમાં જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ત્યારે વધતી મોંઘવારી વચ્ચે પંજાબવાસીઓને મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. અગાઉ ચંદીગઢ પ્રશાસન દ્વારા 4 નવેમ્બરથી એક સૂચના જાહેર કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા પંજાબવાસીઓ માટે આ રાહતના સમાચાર બનશે. પેટ્રોલ ડીઝલના આ નવા ભાવ મધરાતથી અમલી બનશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પેટ્રોલ અને ડીઝલ કોઈપણ દેશ કે રાજ્યમાં મોંઘવારી વધવા ઘટવાનું મુખ્ય કારણ બની રહે છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થતાં કોઈપણ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બને છે. ત્યારે પંજાબમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા હવે ટ્રાન્સપોર્ટેશનના ભાવ ઘટશે, જેથી સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ ઓછો થશે.

 

કેન્દ્રએ દિવાળી પહેલા આપી હતી રાહત

દિવાળીની એક રાત પહેલા કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો. જેથી ઓઈલ કંપનીઓ દ્વારા તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યો. બાદમાં ગુરુવારે દેશભરમાં પેટ્રોલના ભાવ રૂ. 5.7થી રૂ. 6.35 અને ડીઝલના ભાવ રૂ. 11.16થી રૂ. 12.88 સુધી ઘટાડવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત લોકોની દિવાળી સુધરી હતી. હવે પંજાબમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાથી પંજાબવાસીઓને મોંઘવારીથી વધુ રાહત મળશે.

અગાઉ ઘરેલુ વીજળીમાં રાહત આપી હતી

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબ સરકાર એક પછી એક નિર્ણયો લઈ રહી છે. અગાઉ 1 નવેમ્બર 2021ના રોજ પંજાબ સરકારે રાજ્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે રાજ્યમાં વીજળી 3 રૂપિયા પ્રતિ યુનિટ સસ્તી કરવાની પણ જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પંજાબમાં ઘરેલું વીજળી ગ્રાહકો જે 7 કિલોવોટ સુધી વીજળીનો ઉપયોગ કરે છે, તેમને હવે રાહત દરે વીજળી મળશે.

 

આર પણ વાંચો: Surat : યુરોપ અને મિડલ ઇસ્ટમાં નીકળેલી ઘરાકીને લીધે સુરતના હીરા ઉધોગની દિવાળી સુધરી

 

આ પણ વાંચો: WHO બાદ રસી માટે અન્ય દેશોની મંજૂરી મેળવવાની તૈયારી, વિદેશ મંત્રાલય નવી યોજના પર કરી રહ્યું છે કામ

 

Next Article