Daler Mehndi : પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત,પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 2 વર્ષની સજા રદ કરી

|

Sep 15, 2022 | 4:47 PM

જાણીતા પંજાબી ગાયક દલેર મહેંદીને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. માનવ તસ્કરીના કેસમાં ફસાયેલા દલેર મહેંદીને મોટી રાહત આપતા હાઈકોર્ટે તેને આપવામાં આવેલી 2 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે

Daler Mehndi : પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત,પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 2 વર્ષની સજા રદ કરી
પંજાબી ગાયક દલેર મહેંદીને મોટી રાહત,પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ત્રણ વર્ષની સજા રદ કરી
Image Credit source: Instagram

Follow us on

દલેર મહેંદી ( singer Daler Mehndi)ને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દલેર મહેંદીને માનવ તસ્કરી કેસમાં 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી તેને રદ્દ કરવામાં આવી છે. સજા સામે દલેર મહેંદીએ હાઈકોર્ટ (High Court)માં કરેલી અપીલને હાઈકોર્ટે માન્ય રાખી છે. તમને જણાવી દઈએ કે 19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં પટિયાલાની ટ્રાયલ કોર્ટે ( Patiala Court ) દલેર મહેંદીને દોષી ઠેરવ્યો હતો અને તેને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં રાહત મળી

ત્રણ વર્ષની સજાના આ નિર્ણયને લઈ દલેર મહેંદીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હવે તેને 19 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં રાહત મળી છે. રિપોર્ટસ અનુસાર તે પટિયાલાની જેલમાં બંધ છે. જ્યાં ક્રિકેટરથી લઈ નવજોત સિંહને રાખવામાં આવ્યા છે પરંતુ હવે કોર્ટના આદેશ આવ્યા બાદ દલેર મહેંદીને પટિયાલા જેલથી મુક્ત કરવામાં આવશે. હવે આગળના કેસની સુનાવણી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ચાલશે.

દલેર મહેંદીની અરજી પર પંજાબ સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો હતો. જે બાદ હાઈકોર્ટે કેસની આગામી સુનાવણી 15 સપ્ટેમ્બર એટલે કે આજે નક્કી કરી હતી. જે અંતર્ગત આજે સુનાવણીમાં કોર્ટે પોતાનો ચુકાદો આપતા તેમને મોટી રાહત આપી છે.

શું હતો સમગ્ર કેસ

19 વર્ષ જૂના આ કેસમાં કબુતરબાજી એટલે કે, માનવ તસ્કરી સાથે જોડાયેલ છે. દલેર મહેંદીની સાથે -સાથે આ મામલે તેમનો ભાઈ શમશેર સિંહ પણ આરોપી હતો પરંતુ વર્ષ 2017માં તેમનું મોત થયું હતુ. ત્યારબાદ વર્ષ 2018માં દલેર મહેંદીને આ મામલે દોષી જાહેર કરતા કોર્ટે સજા સંભળાવી હતી.

વર્ષ 2003થી આ કેસ ચાલુ હતો

અહેવાલો અનુસાર આ જેલમાં કેટલાક હાઈપ્રોઈફાલ લોકો બંધ છે. જેમાં નવજોત સિંહ સિદ્ધુનું મોટું નામ છે. આ મામલો વર્ષ 2003થી શરુ થયો હતો. જ્યારે બક્શી સિંહ નામના એક વ્યકિતએ પટિયાલા સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. તેનો આરોપ હતો કે, દિલેર મહેંદી અને તેના ભાઈ શમશેર સિંહે તેને કેનેડા મોકલવા માટે 13 લાખ રુપિયા લીધા હતા પરંતુ તેને ન તો કેનેડા મોકલવામાં આવ્યો કે તેના પૈસા પરત કરવામાં આવ્યા બક્શી સિંહની સાથે 30 ફરિયાદીઓ હતા જેમણે તેના પર human traffickingનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

Published On - 4:15 pm, Thu, 15 September 22

Next Article