Pune: દિપડાની જીંદગી લઈ લીધી એક પ્લાસ્ટિકની બેગે, માનવામાં ન આવતું હોય તો વાંચો આ સમાચાર

|

May 05, 2021 | 2:28 PM

માણસ દ્વારા જે પર્યાવરણને નુક્શાન પહોંચાડવામાં આવે છે તેની સીધી અસર વન્ય જીવો, પક્ષીઓ અને સમુદ્ર જીવો પર જોવા મળે છે.

Pune: દિપડાની જીંદગી લઈ લીધી એક પ્લાસ્ટિકની બેગે, માનવામાં ન આવતું હોય તો વાંચો આ સમાચાર

Follow us on

Pune: માણસ દ્વારા જે પર્યાવરણને નુક્શાન પહોંચાડવામાં આવે છે તેની સીધી અસર વન્ય જીવો, પક્ષીઓ અને સમુદ્ર જીવો પર જોવા મળે છે. ક્યારેક વ્હેલના પેટમાંથી તો ક્યારેય ગાયના પેટમાંથી પ્લાસ્ટિક મળે છે. ક્યારે કાચબાંના ગળામાં જાળ ફંસાયેલી જોવા મળે છે તો ક્યારેક પક્ષીઓના પગમાં દોરા પરંતુ આ વખતે એક એવી તસવીર સામે આવી છે જેને જોઇને તમારા પણ આંખોમાં પાણી આવી જશે.

પૂણે જિલ્લામાંથી આ ઘટના સામે આવી છે જ્યાં એક દિપડો કુંવામાં પડી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા તરવાના સતત પ્રયાસ કરવા જતા તે પ્લાસ્ટિકની બેગમાં ફસાઇ ગયો હતો જ્યાર બાદ તેનું શ્વાસ રુંધાવાના કારણે મોત થયુ હતુ. 28 એપ્રિલના રોજ આ ઘટના સામે આવી હતી. ખુલ્લા કુવા અને લોકો દ્વારા ફેલાવેલા કચરાને કારણે હવે પ્રાણીઓ પર જીવનું જોખમ ઉભુ થઇ રહ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

સોશિયલ મીડિયા પર આ દિપડાની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. આ વીડિયોમાં દિપડાની લાશ કુવામાં પાણીની ઉપર તરતી દેખાઇ રહી છે. અને આ લાશ એક પ્લાસ્ટિકની બેગમાં જોવા મળી રહી છે. તસવીરમાં દિપડાની લાશ ફુલાઇ ગયેલી દેખાઇ રહી છે.

સોશિયલ મીડિયા પર આ દર્દનાક તસવીર જોઇને બધા લોકો દુખી છે. ઇન્સ્ટાગ્રામ પર sanctuaryasia નામના એકાઉન્ટથી આ ફોટો શેયર કરવામાં આવ્યો છે. લોકોએ આ ફોટોને એક બીજા સાથે શેયર કર્યો અને તેના પર વિવિધ જાતની કોમેન્ટ્સ પણ કરી છે. આ તસવીર લોકોને વિચારવા પર મજબૂર કરે છે. કુશળ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમના અભાવે ભારતમાં આવી સમસ્યા જોવા મળે છે સાથે જ લોકોની લાપરવાહીના કારણે પ્રાણીઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે. આજે હજારો ટન કચરો જમીન, પાણીમાં ફેલાઇ ગયો છે જે જંગલી પ્રાણીઓ માટે જાનલેવા બની ગયો છે.

આના પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાચબાના શરીર પર ચામડાંનો બેલ્ટ બંધાયેલો હતો જેના કારણે કાચબાંનો આકારજ બદલાઇ ગયો હતો અને તેના શરીર પર કેટલાક વાગેલાના પણ નિશાન હતા. કેટલાક પ્રાણીઓના ગળામાં બાંધવામાં આવતો બેલ્ટ પણ સમય જતા ફીટ થઇ જાય છે અને જેના લીધે પ્રાણીઓની દર્દનાક મોત થાય છે.

 

Published On - 2:00 pm, Wed, 5 May 21

Next Article