કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પુલાવામા હુમલાના બીજા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જે પછી તેમણે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચીફ સેક્રેટરી, આર્મી કમાન્ડર, રાજ્યપાલ સત્યપાલ મલિક, CRPFના ડીજી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજનાથ સિંહે બેઠક બાદ જણાવ્યું કે, હવેથી જ્યારે પણ સેનાનો કાફલો રસ્તા પરથી પસાર થશે ત્યારે લોકોને રોકવામાં આવશે. આ પ્રકારનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયથી લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ આ માટે અમે ક્ષમા માંગીએ છીએ.
આ પણ વાંચો : પાકિસ્તાનને બેવડો માર: મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ગુમાવ્યા પછી યુરોપીયન યુનિયને પણ કર્યું બ્લેક લિસ્ટ
ગૃહમંત્રીએ સાથે જ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક તત્વોના તાર ISI અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. અમે આતંકવાદ વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ લડીશું. દુનિયા આખી આતંકવાદ વિરૂદ્ધ છે. ભારત સરકાર શહીદ જવાનોના પરીજનો સાથે ઉભી છે. તમામ રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ શહીદ પરીવારોને મદદ કરે.તમામ અધિકારીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સરહદ પારથી આતંક ફેલાવનારાઓના ઈરાદાઓ નિષ્ફળ બનાવવામાં આવે. હું એ પણ કહેવા માંગુ છું કે, આપણા સુરક્ષાબળોના ઈરાદાઓ બુલંદ છે અને આતંકવાદ વિરૂદ્ધ અમે જે નિર્ણાયક લડાઈ લડી રહ્યાં છીએ તેમાં સફળતા જરૂર મળશે.
HM Rajnath Singh in Srinagar: In the wake of suicide attack on CRPF convoy y'day, it has been decided that the civilian movement will be stopped for sometime when a large convoy of security forces passes through an area. Civilians will face a little difficulty,we apologise for it pic.twitter.com/d6C5Nqk9Vb
— Tv9 Gujarati (@tv9gujarati) February 15, 2019
[yop_poll id=1458]
Published On - 2:46 pm, Fri, 15 February 19