PSLV-C51 launch Success: ઈસરોનું મિશન સફળ, ભગવદગીતા સાથે કુલ 19 ઉપગ્રહને આજે સફળતાપૂર્વક અંતરીક્ષમા મોકલ્યા

|

Feb 28, 2021 | 12:45 PM

PSLV-C51 launch Success: આજે શ્રીહરકોટાથી અંતરીક્ષમાં સફળતાપૂર્વક છોડાયું PSLV-C51. સતીશ ઘવન અંતરીક્ષ કેન્દ્ર (SDSC) પરથી બ્રાઝીલના ઉપગ્રહને અંતરીક્ષમાં લઈ જવાયો. સાથે ભગવદ ગીતાને પણ અંતરીક્ષમાં મોકલવામાં આવી.

PSLV-C51 launch Success:  ઈસરોનું મિશન સફળ, ભગવદગીતા સાથે કુલ 19 ઉપગ્રહને આજે સફળતાપૂર્વક અંતરીક્ષમા મોકલ્યા
PSLV-C51

Follow us on

PSLV-C51 launch Success: ભારતના રોકેટ PSLV-C51 આજે શ્રીહરકોટાથી અંતરીક્ષમાં સફળતાપૂર્વક છોડાયુ. સતીશ ઘવન અંતરીક્ષ કેન્દ્ર (SDSC) પરથી બ્રાઝીલના ઉપગ્રહને અંતરીક્ષમાં લઈ જવાયુ. 2021ના વર્ષના પ્રથમ લોન્ચની ખાસ વાત એ છે કે, રોકેટની સાથે સાથે ભગવદ ગીતાને પણ અંતરીક્ષમાં આવી.

ધ્રુવિય ઉપગ્રહ પ્રક્ષપણ યાન (PSLV)નું આ 53મું અભિયાન છે. જે PSLV-C51 તરીકે ઓળખાય છે. રોકટની સાથે બ્રાઝીલના ઉપગ્રહની સાથે કુલ 19 ઉપગ્રહને મોકલવામા આવ્યા છે. જેમાં 13 અમેરિકાના છે. બ્રાઝીલના ઉપગ્રહ અમેઝોનીયા-1 અમેઝોનના જંગલમાં થતા વૃક્ષ છેદન માટે નજર રાખશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

PSLV-C51 રોકેટનુ ઉડાણ એક કલાક 55 મિનીટથી વધુ રહ્યુ. આજનુ સફળ લોન્ચીગની સાથે, ભારત તરફથી વિદેશી સેટેલાઈટ લોન્ચ કરાયાની સંખ્યા વધીને 342 થઈ ગઈ છે.

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પાંચમી ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે મુખ્ય ઉપગ્રહની સાથે કુલ 20 ઉપગ્રહને અંતરીક્ષમાં મોકલાશે. જો કે ત્યાર બાદ સોફ્ટવેર સંબધી કેટલીક ક્ષમતાને ધ્યાને રાખીને ઉપગ્રહ આનંદ અને નેનૌ સેટેલાઈટને રોકેટની સાથે અંતરીક્ષમા નહી મોકલવાનો નિર્ણય કરાયો છે.

અંતરીક્ષમાં જનારા ઉપગ્રહની સાથે ચૈન્નાઈની સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાના સતિશ ઘવન પણ સામેલ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર કોતરવામાં આવી છે. તો ભગવદગીતાને SD કાર્ડમાં મોકલવામાં આવી.

Published On - 10:12 am, Sun, 28 February 21

Next Article