મહિલાઓને લાભ કે કોઈ નવી રણનિતી ? કોંગ્રેસે ઘોષણાપત્રમાં મહિલાઓને આપ્યા આ વિશેષ લાભ

|

Dec 08, 2021 | 3:19 PM

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાજકારણમાં મહિલાઓની યોગ્ય ભાગીદારી દેશના સમાજ, રાજકારણ અને શાસનના સ્વભાવને બદલવાની ચાવી છે.

મહિલાઓને લાભ કે કોઈ નવી રણનિતી ? કોંગ્રેસે ઘોષણાપત્રમાં મહિલાઓને આપ્યા આ વિશેષ લાભ
Priyanka Gandhi

Follow us on

Congress Women Manifest: પ્રિયંકા ગાંધીએ આજે કોંગ્રેસનો(Congress)  મહિલા ઘોષણા પત્ર જાહેર કર્યો છે. આ પહેલા કોંગ્રેસે ‘લડકી હું લડ સકતી હૂં’ સોંગ રજૂ કર્યું હતુ. પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) કહ્યું કે ક્ષમતા, શક્તિ અને દૃઢ નિશ્ચય એ મહિલાઓના જન્મજાત ગુણો છે. સ્ત્રીઓ હિંમત, કરુણા અને આશાનું પ્રતિક છે. મહિલાઓના સાચા સશક્તિકરણ માટે તેમના માટે એક વાતાવરણ ઊભું કરવું જરૂરી છે.

જેમાં તેમની અભિવ્યક્તિને અમર્યાદિત અને અમર્યાદિત અવકાશ મળે એ આપણા મહિલા ઘોષણા પત્રનો મુખ્ય હેતુ છે. અમે 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું જેથી મહિલા સશક્તિકરણની વાત કાગળ પર ન રહે.ઉપરાંત તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન આપ્યા હતા.

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે બેટી બચાવો, બેટી પઢાવોના બજેટનો 60 ટકા હિસ્સો જાહેરાતમાં ખર્ચવામાં આવ્યો. દરેક વ્યક્તિ જાણે છે કે જો દેશની 60 ટકા મહિલાઓ રાજનીતિમાં પોતાની શક્તિ લગાવે તો બધું બદલાઈ શકે છે. આ સત્તા કાયદા દ્વારા કોંગ્રેસ પાર્ટી રાજ્યની મહિલાઓ માટે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા, ગૌરવ અને આત્મસન્માન તરફ એક અનોખો અને નિર્ધારિત વિકલ્પ રજૂ કરી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહિલાઓને મળશે આ વિશેષ લાભ

-મહિલાઓ દ્વારા સંચાલિત કામદારોનુ દેવું માફ કરવામાં આવશે.
-આશા વર્કરોને 10 હજારનું માનદ વેતન આપવામાં આવશે.
-ધોરણ 12ની તમામ વિદ્યાર્થીનીઓને સ્માર્ટફોન આપવામાં આવશે.
–સ્નાતક વિદ્યાર્થીનીઓને સ્કૂટી આપવામાં આવશે.
-મહિલાઓ દ્વારા સંચાલિત સાંજની શાળાઓ હશે.
-રાજ્યભરમાં બસમાં મફત મુસાફરીની સુવિધા.
-મહિલાઓને ત્રણ ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે.
-પરિવારમાં જન્મેલા બાળક માટે Fixed Deposit
-ઘરેલુ હિંસા અને ડ્રગ્સથી બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
-પોલીસ ફોર્સમાં 25 ટકા મહિલા કર્મચારીઓ હશે.
-મહિલાઓની સુરક્ષા માટે એક આયોગની રચના કરવામાં આવશે.
-10 લાખ સુધીની સારવાર મફતમાં મળશે.
-ખાસ PHC સેન્ટરમાં મહિલાઓ માટે ડેસ્ક બનાવવામાં આવશે, જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશનું ભવિષ્ય બદલાશે !

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રાજકારણમાં (Politics) મહિલાઓની યોગ્ય ભાગીદારી દેશના સમાજ, રાજકારણ અને શાસનના સ્વભાવને બદલવાની ચાવી છે. મહિલાઓની આ રાજકીય શક્તિ જ ઉત્તર પ્રદેશનું (Uttar Pradesh) ભવિષ્ય બદલી નાખશે. તેમણે વધુમાં કહ્યું કે મહિલાઓ હવે અન્યાય સહન કરવા તૈયાર નથી. એટલા માટે અમે મહિલા મેનિફેસ્ટો બનાવ્યો છે. તેના છ ભાગોમાં સ્વાભિમાન, સ્વાવલંબન, શિક્ષણ, આદર, સુરક્ષા અને આરોગ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : ભારતે કર્યું બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર વર્ઝનનું પરીક્ષણ, જાણો કેટલું ઘાતક છે આ હથિયાર

આ પણ વાંચો : CDS બિપન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત, રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને જાણકારી આપી

Next Article