લ્યો બોલો..! પોતાને મુગલ વંશજ માનનાર પ્રિન્સ તુસી એ ઓવૈસીને ગણાવ્યો તુલસીરામનો પરપૌત્ર, ખોલી નાખ્યો ઈતિહાસ

|

Jun 04, 2022 | 6:08 PM

પ્રિન્સ તુસીએ(prince tucy) ઓવૈસીને તુલસીરામનો પરપૌત્ર ગણાવી દીધો છે.પ્રિન્સ તુસીએ ઓવૈસી પર આરોપ લગાવતા કહ્યું છે કે તે હૈદરાબાદની મસ્જિદોને સારી રીતે રક્ષા તો નથી કરી શકતા, પણ જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) મામલે મુસ્લિમોને ઉશ્કેરી રહ્યાં છે.

લ્યો બોલો..! પોતાને મુગલ વંશજ માનનાર પ્રિન્સ તુસી એ ઓવૈસીને ગણાવ્યો તુલસીરામનો પરપૌત્ર, ખોલી નાખ્યો ઈતિહાસ
Prince Tusi- owaisi
Image Credit source: opindia

Follow us on

પોતાને મુગલ બાદશાહ જફરના પરપૌત્ર માનનાર યાકૂબ હબીબુદીન તુસી એટલે કે પ્રિન્સ તુસીએ (prince tucy)એ હવે અસદુદીન ઓવૈસીને (Asaduddin Owaisi) તુલસીરામનો પરપૌત્ર ગણાવી દીધો છે.અને આ સાથે ઓવૈસીનો સંપૂર્ણ વંશ પણ જણાવ્યો. પ્રિન્સ તુસીએ ઓવૈસી પર મુસ્લિમોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા જ્ઞાનવાપી કેસ પર કાર્યવાહીની માંગ કરી છે.પ્રિન્સ તુસીએ ઓવૈસી પર આરોપ લગાવ્યો કે તે હૈદરાબાદની મસ્જિદોની યોગ્ય રીતે રક્ષા કરવા સક્ષમ નથી, પરંતુ જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમોને ભડકાવી રહ્યા છે.

પ્રિન્સ તુસીએ કર્યા શાબ્દીક પ્રહાર

આ પહેલા પણ પ્રિન્સ તુસીએ ઓવૈસી પર શાબ્દીક પ્રહારો કર્યા છે. આ પહેલા પણ તેણે ઓવૈસીને ગધેડો અને મૂર્ખ કહ્યો છે.પ્રિન્સ તુસીએ ગુરુ પરમહંસચાર્યને પણ નિશાન બનાવ્યા હતા. તહરિરમાં અયોધ્યાના ગુરુ પરમહંસ આચાર્ય સામે સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે આગ્રાના તાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને ફરિયાદ કરી હતી.

પ્રિન્સ તુસીએ પોતાની ફરિયાદ પ્રધાનમંત્રી મોદી,ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી,ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ તેમજ ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીઓને મોકલી છે.આરોપો અને ફરિયાદનો પ્રિન્સ તુસીનો એ વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વીડિયોના અંતમાં તેમણે ભારત માતા કી જયના નારા પણ લગાવ્યાં હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પોતાને મુગલ વંશજ ગણાવે છે પ્રિન્સ તુસી

હૈદરાબાદના રહેવાસી પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ 17 સપ્ટેમ્બર, 2018ના રોજ કહ્યું હતું કે, ‘બાબરે હુમાયુને તેના મૃત્યુ સમયે તેની ઇચ્છા વિશે કહ્યું હતું કે અયોધ્યામાં મીર બાકીના કાર્યોને કારણે સમગ્ર તૈમૂર પરિવારને કલંક લાગ્યો છે. બીજી વાત એમણે કહી હતી કે ભારતમાં રાજ કરવું હોય તો સંતો-મહંતોનું સન્માન કરો. મંદિરોનું રક્ષણ કરો અને સમાન ન્યાય કરો.પ્રિન્સ તુસીએ કહ્યું હતું કે જો અયોધ્યાની વિવાદિત જમીન પર મંદિર બનાવવામાં આવે છે તો બાબરના વંશજ તરીકે અમને કોઈ વાંધો નથી. આ સિવાય જો મંદિરનો પાયો નાખવાનો હોય તો હું પોતે ત્યાં પ્રથમ ઈંટ નાખવા જઈશ.

અસદુદ્દીન ઓવૈસી પર કર્યા પ્રહારો

પ્રિન્સ તુસીએ ઓવૈસી પર મુસ્લિમોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા જ્ઞાનવાપી કેસ પર કાર્યવાહીની માંગ કરી છે.પ્રિન્સ તુસીએ ઓવૈસી પર આરોપ લગાવ્યો કે તે હૈદરાબાદની મસ્જિદોની યોગ્ય રીતે રક્ષા કરવા સક્ષમ નથી, પરંતુ જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. એક સમયે તેણે ઓવૈસીને જોકર પણ કહ્યો હતો.

Next Article