Constitution Day: 26 નવેમ્બરે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ સાંસદ નહીં થાય સામેલ

|

Nov 25, 2021 | 11:56 PM

આ વર્ષે બંધારણ દિવસના અવસર પર વડાપ્રધાન મોદી સંસદ અને વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તે સિવાય વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ તરફથી આયોજિત બે દિવસના બંધારણ દિવસ સમારોહનું ઉદ્ઘાટન પણ કરશે.

Constitution Day: 26 નવેમ્બરે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી, કોંગ્રેસ સાંસદ નહીં થાય સામેલ
PM Narendra Modi (File Image)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 26 નવેમ્બરે બંધારણ દિવસ (Constitution Day) પર સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ સિવાય તે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ સામેલ થશે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું ‘આવતીકાલે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ દિવસ એ મહાન લોકોના અસાધારણ પ્રયાસોને યાદ કરવાનો છે જેમણે આપણું બંધારણ બનાવ્યું. હું કાલે 2 કાર્યક્રમોમાં ભાગ લઈશ. પ્રથમ સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યે અને બીજો સાંજે 5.30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં’

 

 

સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ નહીં થાય કોંગ્રેસ સાંસદ

કોંગ્રેસ સાંસદ સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે નહીં તેવું સુત્રો જણાવી રહ્યા છે. બંધારણ દિવસ 26 નવેમ્બરે મનાવવામાં આવે છે, કારણ કે 1949માં આ દિવસે બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું. બંધારણ દિવસની શરૂઆત 2015થી કરવામાં આવી હતી. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950એ લાગુ થયું હતું.

 

 

ત્યારે પીએમઓએ કહ્યું આ વર્ષે બંધારણ દિવસના અવસર પર વડાપ્રધાન મોદી સંસદ અને વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તે સિવાય વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ તરફથી આયોજિત બે દિવસના બંધારણ દિવસ સમારોહનું ઉદ્ઘાટન પણ કરશે.

 

વડાપ્રધાન મોદી સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ કાર્યક્રમને કરશે સંબોધિત

 

PMO મુજબ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પછી બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવશે.

 

આ પહેલા બંધારણીય લોકશાહીના મહત્વ વિશે વાત કરતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે કહ્યું હતું કે વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રએ તેમની સંબંધિત મર્યાદામાં વધુ સારી રીતે અને સંકલનથી કામ કરવું જોઈએ, જેથી દેશની જનતાનું અને સમાજનું કલ્યાણ સુનિશ્ચિત થાય. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ અને યુવાનોએ કાયદા બનાવવાની પ્રક્રિયા દરમિયાન સરકાર અને જનપ્રતિનિધિઓને સૂચનો અને અભિપ્રાયો આપવા જોઈએ.

 

આ પણ વાંચો: Maharashtra: ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં પરમબીરસિંહ સાથે 6 કલાક સુધી ચાલી પુછપરછ, તેમની વિરૂદ્ધ 5 કેસ છે દાખલ

Next Article