દ્રૌપદી મુર્મુ માટે 104 ધારાસભ્યો અને 17 સાંસદોએ કર્યું ક્રોસ વોટિંગ જેમાં ગુજરાતના 10, વાંચો ચોંકાવનારો આંકડો

|

Jul 22, 2022 | 7:00 AM

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓ 25 જુલાઈએ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળશે. મુર્મુ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ હશે.

દ્રૌપદી મુર્મુ માટે 104 ધારાસભ્યો અને 17 સાંસદોએ કર્યું ક્રોસ વોટિંગ જેમાં ગુજરાતના 10, વાંચો ચોંકાવનારો આંકડો
Draupadi Murmu has won the presidential election.

Follow us on

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓ 25 જુલાઈએ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળશે. મુર્મુ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ હશે. તેમણે વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાને જંગી મતોથી હરાવ્યા હતા. તેમની જંગી જીતમાં અનેક વિરોધ પક્ષોના નેતાઓ પણ સામેલ થયા છે. આ ચૂંટણીમાં પક્ષીય રાજકારણ સિવાય મતદાન પણ થયું છે. આંકડાઓ પણ એ જ દિશામાં નિર્દેશ કરે છે. વાસ્તવમાં મુર્મુ અને સિંહા વચ્ચેની લડાઈમાં 104 ધારાસભ્યો અને 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

જણાવી દઈએ કે, દ્રૌપદી મુર્મુને ચૂંટણીમાં 4,754 માન્ય મતદારોમાંથી 2,824 મત મળ્યા હતા. જેમાં 540 સાંસદોના વોટ પણ સામેલ છે. જ્યારે યશવંત સિંહાને 1,187 વોટ મળ્યા હતા. જેમાં 208 સાંસદોના વોટ પણ સામેલ છે. જો ક્રોસ વોટિંગની વાત કરીએ તો આસામ નંબર વન છે. અહીંથી 22 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ પછી મધ્યપ્રદેશનો નંબર છે જ્યાં 19 લોકોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે રાજસ્થાનના 16, મેઘાલયના 16, ઝારખંડ અને ગુજરાતના 10-10, છત્તીસગઢના 6, ગોવાના 4, હિમાચલના 2 અને હરિયાણાના એક ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જ્યારે 17 સાંસદોએ પણ પાર્ટી લાઇનને ધ્યાનમાં લીધા વિના દ્રૌપદી મુર્મુને મત આપ્યો હતો.

ભાજપના નેતાઓએ મુર્મુની જીતને ઐતિહાસિક અને સોનેરી ગણાવી હતી

ભાજપના નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની જીતને ઐતિહાસિક અને સોનેરી ગણાવી હતી. તેમની સામાન્ય પૃષ્ઠભૂમિને રેખાંકિત કરતાં, તેમણે આશા વ્યક્ત કરી કે તેમનો કાર્યકાળ દેશને વધુ ગૌરવ અપાવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ મુર્મુને મળ્યા અને તેમને જીત બદલ અભિનંદન પાઠવ્યા. શાહે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે મુર્મુની ચૂંટણીને “ઐતિહાસિક ક્ષણ” ગણાવી અને ટ્વીટ કર્યું, “સમગ્ર રાષ્ટ્ર, ખાસ કરીને આદિવાસી સમાજ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની પ્રચંડ જીત પર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે.”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યશવંત સિન્હાએ આપ્યા અભિનંદન

બીજી તરફ વિપક્ષના રાષ્ટ્રપતિના પદના ઉમેદવાર યશવંત સિન્હાએ વિજયી થવા બદલ દ્રોપદી મૂર્મુને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય દેશના કેન્દ્રિય સંરક્ષણ મંત્રી – રાજનાથ સિંહે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

દ્રૌપદી મૂર્મુના વતનમાં જશ્નનો માહોલ

આ તરફ NDAના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણી જંગી બહુમતિથી જીતી જતા દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યા. દિલ્લીથી લઈને ઓડિશા, ઝારખંડ, ભૂવનેશ્વર સહિતના રાજ્યોમાં અને શહેરોમાં ભાજપ અને એનડીએના કાર્યકર્તાઓએ ઉજવણી કરી. મૂર્મુના ગામ અને તેઓ જે કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કોલેજ પણ ઉજવણી કરી. ક્યાંક ફડાકડા ફોડીને તો ક્યાં મીઠાઈ ખવડાવી. અબીલ ગુલાલ અને પરંપરાગત ડાન્સથી ઉજવણી કરવામાં આવી.

 

Published On - 6:50 am, Fri, 22 July 22

Next Article