‘ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની લડતમાં મિસાલ બનશે’, સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસ પૂર્વે પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી.

‘ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની લડતમાં મિસાલ બનશે’, સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
| Updated on: Aug 14, 2025 | 10:06 PM

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશને સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એપ્રિલમાં પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા આતંકી હુમલાને કાયરતા ભર્યો અને સંપૂર્ણ અમાનવીય ગણાવ્યો. તેમણે જણાવ્યું કે “ઓપરેશન સિંદૂરને નિર્ણાયક રીતે અને અડગ સંકલ્પ સાથે અંજામ અપાયો. આ અભિયાન સાબિત કરે છે કે અમારી સશસ્ત્ર સેનાઓ કોઈપણ પરિસ્થિતિમાં દેશની રક્ષા માટે સજ્જ છે.”

રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે પહલગામ હુમલા બાદ ભારતની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી, ‘ઓપરેશન સિંદૂર’ આતંકવાદ સામેની લડતમાં ઇતિહાસમાં એક ઐતિહાસિક મિસાલ તરીકે નોંધાશે.

તેમણે જણાવ્યું કે આ અભિયાન માનવતાની આતંકવાદ વિરુદ્ધની લડતમાં ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાશે. પહલગામ હુમલા પછી દેશ એકજ થાઈને જે જવાબ આપ્યો, તે અમને વહેંચવા ઇચ્છનારાઓ માટે યોગ્ય પ્રતિસાદ હતો.

રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું કે “વિશ્વએ નોંધ્યું છે કે ભારત આક્રમક નહીં બને, પરંતુ પોતાના નાગરિકોની રક્ષા માટે પ્રતિહાર કરવામાં ક્યારેય સંકોચશે નહીં.”

આત્મનિર્ભર ભારત માટે મજબૂત સંદેશ

રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ઓપરેશન સિંદૂર’ને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત મિશન માટે એક ટેસ્ટ કેસ ગણાવ્યો અને કહ્યું કે તેના પરિણામો સાબિત કરે છે કે આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.

યુવાનો માટે વધી રહેલા રોજગારના અવસરો

શિક્ષણ, કૌશલ્ય અને મૂલ્યો પર ભાર મૂક્તા રાષ્ટ્રપતિએ જણાવ્યું – “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020એ શિક્ષણ ક્ષેત્રમાં દૂરગામી પરિવર્તન લાવ્યા છે, જે શિક્ષણને મૂલ્યો સાથે અને કૌશલ્યને પરંપરા સાથે જોડે છે. યુવાનો માટે રોજગારના અવસરો ઝડપથી વધી રહ્યા છે, અને ઉદ્યોગસાહસિક બનવાના સપના ધરાવનારાઓ માટે સરકારએ સૌથી અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું છે.”

અવકાશ ક્ષેત્રમાં પ્રેરણાદાયક સિદ્ધિ

રાષ્ટ્રપતિએ દેશના અવકાશ કાર્યક્રમના વિસ્તરણનો ઉલ્લેખ કરતા કહ્યું – “શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની યાત્રાએ આખી પેઢીને મોટું સપનું જોવાની પ્રેરણા આપી છે. આ અમારા આગામી માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.”

રમતોમાં ભારતનો વધતો દબદબો

યુવાનોના રમતમાં પ્રદર્શન પર ગૌરવ વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું, “શતરંજમાં આજે ભારતના યુવાનો જે રીતે દબદબો બનાવી રહ્યા છે, તેવું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે કે રાષ્ટ્રીય રમત નીતિ 2025 હેઠળ ભારતને વૈશ્વિક રમત મહાશક્તિ તરીકે સ્થાપિત કરવા તરફના પરિવર્તન ટૂંક સમયમાં જોવા મળશે.”

કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 38 ના મોત, 200 ગુમ, 37 લોકો ગંભીર, જાણવા માટે અહીં ક્લિક કરો..