Droupadi Murmu: પરિણામ પહેલા જ દ્રૌપદી મુર્મુના ગામમાં ઉજવણીની તૈયારીઓ, ગ્રામજનો કરશે વિજય દિવસની ઉજવણી, મીઠાઈ વહેંચીને આદિવાસી નૃત્ય કરાશે

|

Jul 21, 2022 | 9:31 AM

દેશમાં 18મી જુલાઈએ 15મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયા બાદ આજે એટલે કે 21મી જુલાઈએ મતગણતરી થવાની છે. દ્રૌપદી મુર્મુના વિજયની સંભાવના વધારે હોવાનું માનવામાં આવે છે.

Droupadi Murmu: પરિણામ પહેલા જ દ્રૌપદી મુર્મુના ગામમાં ઉજવણીની તૈયારીઓ, ગ્રામજનો કરશે વિજય દિવસની ઉજવણી, મીઠાઈ વહેંચીને આદિવાસી નૃત્ય કરાશે
Village of Murmu located in Rairangpur

Follow us on

દેશમાં 18મી જુલાઈએ 15મી રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે મતદાન થયા બાદ આજે એટલે કે 21મી જુલાઈએ મતગણતરી થવાની છે. બપોર સુધીમાં પરિણામ આવે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં NDA તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ તરફથી યશવંત સિંહા મેદાનમાં હતા. બેમાંથી દ્રૌપદી મુર્મુના વિજયની સંભાવના વધારે હોવાનું માનવામાં આવે છે. માત્ર ભાજપ જ નહીં, પરંતુ ઓડિશામાં સ્થિત તેમના ગ્રામજનો પણ તેમની જીતને લઈને આશ્વસ્ત છે. ઓડિશાના રાયરંગપુર સ્થિત ઉપરબેડા ગામમાં તેમની જીતની ખુશી મનાવવા માટે મોટી માત્રામાં મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે. આ સાથે ગામના લોકો પણ આદિવાસી નૃત્ય રજૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.

દ્રૌપદી મુર્મુનું ગામ ભવનેશ્ર્વરથી 260 કિમી દૂર છે. તેના ગ્રામજનો પહેલેથી જ તેની જીતનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિનું કહેવું છે કે, ગુરુવારનો દિવસ રાયરંગપુર અને સમગ્ર ઓડિશા માટે મોટો દિવસ હશે કારણ કે દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહી છે. જેને લઈને ગામમાં ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન 20 હજાર મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે. ગુરુવારે આતશબાજી થશે અને આદિવાસી નૃત્ય પણ થશે.

વિજય દિવસની ઉજવણી કરવાની જાહેરાત

ગામના લોકોનું કહેવું છે કે, ગુરુવારે તેઓ વિજય દિવસની ઉજવણી કરશે. લોકોએ જણાવ્યું કે, ઉજવણી માટે ગામના ઘરોમાં લાઇટ લગાવવામાં આવી છે અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આ ઉપરાંત રસ્તાઓ અને શેરીઓની સફાઈ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે ખેડૂતોએ ગુરુવારે કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ખેતી માટે આ વ્યસ્ત સમય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શિક્ષકે મુર્મુના શાળાના દિવસોને યાદ કર્યા

ગામની ઉચ્ચ પ્રાથમિક શાળા જ્યાં દ્રૌપદી મુર્મુ ભણતા હતા ત્યાંની મુખ્ય શિક્ષિકાને પણ તેના શાળાના દિવસો યાદ આવ્યા. તેણીના શાળાના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું કે, મુર્મુ ખૂબ જ સારી વિદ્યાર્થી હતી. તે હંમેશા લોકો માટે કામ કરવા માંગતી હતી. મુખ્ય શિક્ષક બિશ્વેશ્વર મોહંતી કહે છે કે 1968 થી 1970 સુધી હું આ શાળામાં મુખ્ય શિક્ષક હતો. તે દરમિયાન મુર્મુ શાળામાં અભ્યાસ કરતી હતી. જ્યારે મને દ્રૌપદી મુર્મુની ઉમેદવારી વિશે ખબર પડી ત્યારે હું ખૂબ જ ખુશ થયો.

Next Article