Vaccination : હવે સગર્ભા મહિલાઓ પણ લઇ શકશે કોરોના વેક્સિન, આરોગ્ય મંત્રાલયે કરી જાહેરાત

|

Jul 02, 2021 | 11:02 PM

ભારતમાં ચાલી રહેલા દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં હવે સગર્ભા મહિલાઓને શામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Vaccination : હવે સગર્ભા મહિલાઓ પણ લઇ શકશે કોરોના વેક્સિન, આરોગ્ય મંત્રાલયે કરી જાહેરાત
સગર્ભા મહિલાઓ પણ લઇ શકશે કોરોના વેક્સિન

Follow us on

દેશના નેશનલ ઇમ્યુનાઇઝેશન ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)ની ભલામણોને આધારે હવે દેશમાં સગર્ભા સ્ત્રીઓ કોરોના રસી લઇ શકશે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય પછી સગર્ભા સ્ત્રીઓ(Pregnant women)હવે કોવિન એપ પર નોંધણી કરાવી શકે છે અથવા કોરોના (Corona)ની રસી મેળવવા માટે સીધા જ નજીકના રસીકરણ(Vaccination)કેન્દ્ર પર જઈ શકે છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે હાલના રાષ્ટ્રીય કોરોના(Corona)રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તેનો અમલ કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરવામાં આવી છે. ભારતના કોરોના રસીકરણ(Vaccination) કાર્યક્રમમાં જાહેર આરોગ્ય, રોગ નિયંત્રણ અને માહિતી તકનીકીના ક્ષેત્રના ટોચના નિષ્ણાતોની ભલામણો શામેલ છે.

સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી ન હતી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશમા હજુ સુધી સગર્ભા મહિલાઓ સિવાય અન્ય તમામ જૂથો કોરોના રસી માટે લાયક હતા. પરંતુ હવે રસીકરણ અભિયાનમાં સગર્ભા મહિલાઓને શામેલ કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સંશોધનથી બહાર આવ્યું છે કે સગર્ભાવસ્થા દરમિયાન કોવિડ ઇન્ફેક્શનને લીધે સગર્ભા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી શકે છે અને તેઓ અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધારે છે. જે તેના ગર્ભને પણ અસર કરી શકે છે.

NTAGI એ સગર્ભા સ્ત્રીઓની રસીકરણની ભલામણ કરી

NTAGI સગર્ભા સ્ત્રીઓની રસીકરણની ભલામણ કરી છે. કોવિડ -19 પરના રાષ્ટ્રીય રોગપ્રતિકારક નિષ્ણાત જૂથે પણ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓના રસીકરણના વિષય પર સર્વસંમતિ સ્થાપિત કરવા રાષ્ટ્રીય કક્ષાના સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું.આ સંવાદ કાર્યક્રમમાં, એનટીએજીઆઈની સગર્ભા સ્ત્રીઓને રસી આપવાની ભલામણને સર્વાનુમતે આવકારવામાં આવ્યો હતો.

28 મેના રોજ ભલામણ કરવામાં  આવી  હતી 

28 મી મેના રોજ રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથની બેઠકમાં સગર્ભા સ્ત્રીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તે દરમ્યાન નિષ્ણાતોએ આ મહિલાઓ માટે રસી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી હતી. જ્યારે મંત્રાલયમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે કે આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવની દેખરેખ હેઠળ રચાયેલી બીજી કમિટીએ પણ આવી ભલામણો કરી છે.

અમેરિકા સહિત ઘણા દેશોમાં મંજૂરી

યુ.એસ., યુકે, ઇઝરાઇલ અને બેલ્જિયમ જેવા દેશોમાં સગર્ભા સ્ત્રીઓની રસીકરણને અગ્રતાની સૂચિમાં મૂકવામાં આવી છે. આ સિવાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વચગાળાના અહેવાલ દ્વારા સગર્ભા સ્ત્રીઓને રસી આપવાની સલાહ પણ આપી છે. તેઓ માને છે કે સગર્ભા સ્ત્રી(Preganat Women)ઓ કે જેમને અન્ય કોઈ ગંભીર રોગ છે અને કોરોના ચેપનું ઉચ્ચ જોખમ છે તેમને રસી આપી શકાય છે.

Published On - 10:48 pm, Fri, 2 July 21

Next Article