પોતાની માંગ મુદ્દે 18માં દિવસે પણ ખેડુતોનો વિરોધ યથાવત, આવતીકાલે ભૂખ હડતાલની જાહેરાત

|

Dec 13, 2020 | 4:59 PM

કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતોનું આંદોલન હજુ પણ ચાલુ છે. સતત 18માં દિવસે આજે પણ ખેડુતો પોતાની માંગ પર અડગ છે અને તેમનો વિરોધ ખેડુતોએ યથાવત રાખ્યો છે. વિરોધના ભાગરૂપે આજે ખેડુતોએ દિલ્લી-જયપુર હાઈવે બંધ કરાવાના એલાન કર્યુ હતું. સાથે જ મોટી સંખ્યામાં ખેડુતો હાઈવે પર ઉતર્યા હતાં.રાજસ્થાન બોર્ડરથી ટ્રેકટર માર્ચ યોજવાની પણ ખેડુતોએ જાહેરાત કરી […]

પોતાની માંગ મુદ્દે 18માં દિવસે પણ ખેડુતોનો વિરોધ યથાવત, આવતીકાલે ભૂખ હડતાલની જાહેરાત

Follow us on

કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતોનું આંદોલન હજુ પણ ચાલુ છે. સતત 18માં દિવસે આજે પણ ખેડુતો પોતાની માંગ પર અડગ છે અને તેમનો વિરોધ ખેડુતોએ યથાવત રાખ્યો છે. વિરોધના ભાગરૂપે આજે ખેડુતોએ દિલ્લી-જયપુર હાઈવે બંધ કરાવાના એલાન કર્યુ હતું. સાથે જ મોટી સંખ્યામાં ખેડુતો હાઈવે પર ઉતર્યા હતાં.રાજસ્થાન બોર્ડરથી ટ્રેકટર માર્ચ યોજવાની પણ ખેડુતોએ જાહેરાત કરી હતી. જો હજુ તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આવતીકાલે ભૂખ હડતાલ કરવાની પણ ખેડુતોએ જાહેરાત કરી દીધી છે. વિરોધના ભાગરૂપે જ ખેડુતોએ પંજાબ અને હરિયાણાના ટોલ ફ્રી કરાવ્યા હતાં. ખેડુતોએ નોઈડા-દિલ્લી બોર્ડર ખોલીને ચલો દિલ્લીની જાહેરાત કરી હતી. સતત 12 દિવસથી બંધ બોર્ડરને ખેડુતોએ રાજનાથસિંહ સાથેની મુલાકાત બાદ ખોલી છે. અને 12 દિવસથી લગાવેલા બેરીકેડ હટાવી દીધા છે. જો કે, હરિયાણાના ખેડુતોએ નવા કૃષિ કાયદાને સમર્થન આપ્યું છે.

 

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article