દિવાળીમાં ફટાકડાએ દિલ્હીની હવા વધુ ઝેરી બનાવી, AQI ગંભીર શ્રેણીમાં પહોંચ્યું હતું

|

Nov 05, 2021 | 12:56 PM

દિલ્હી વાયુ પ્રદૂષણ પર પ્રતિબંધ હોવા છતાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, દિલ્હી ધુમાડાથી ઢંકાઇ ગયુ હતુ. લોકોના ગળા અને આંખોમાં બળતરાની સમસ્યા થવા લાગી

દિવાળીમાં ફટાકડાએ દિલ્હીની હવા વધુ ઝેરી બનાવી, AQI ગંભીર શ્રેણીમાં પહોંચ્યું હતું
Pollution increased in Delhi

Follow us on

Pollution increased in Delhi દિલ્હી(Delhi)માં સતત વાયુ પ્રદૂષણ(Pollution) વધતુ રહે છે. દિવાળી(Diwali 2021)માં ફટાકડાના કારણે વાયુ પ્રદૂષણમાં વધારો ન થાય તે માટે 1 જાન્યુઆરી, 2022 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાધવામાં આવ્યો હતો. તેમ છતા દિલ્હીના કેટલાક વિસ્તારમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેના કારણે દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ છે.

પ્રતિબંધ છતા ફટાકડા ફોડાયા
દિવાળીમાં દક્ષિણ દિલ્હીના લાજપત નગર, ઉત્તર દિલ્હીના બુરારી, પશ્ચિમ દિલ્હીમાં પશ્ચિમ વિહાર અને પૂર્વ દિલ્હીના શાહદરામાં સાંજે 7 વાગ્યાથી ફટાકડા ફોડવાના કેસ નોંધાયા હતા. તે જ સમયે, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં વધુ તીવ્રતાના ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

પ્રદૂષણના કારણે સમસ્યા
ફટાકડા મોટા પ્રમાણમાં ફોડાયા બાદ શુક્રવારે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું જાડું આવરણ છવાઈ ગયું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને ગળામાં બળતરા અને આંખોમાં પાણી આવવાની સમસ્યા ઊભી થઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે પરાળ સળગાવવાથી નીકળતા ધુમાડાને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

PM10નું સ્તર પણ વધ્યું
PM10નું સ્તર શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યે 500 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના આંકને વટાવી ગયું હતું.જે સવારે 9 વાગ્યે 511 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) અનુસાર, જો PM 2.5 અને PM 10 સ્તર અનુક્રમે 300 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને 500 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર, 48 કલાક કે તેથી વધુ સમય સુધી રહે તો હવાની ગુણવત્તાને ‘ઈમરજન્સી’ ગણવામાં આવે છે.

પ્રદૂષકોના સંચયને કારણે નીચા તાપમાન અને વાદળછાયા સવારના કારણે સવારે 8 વાગ્યે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) વધીને 451 (ગંભીર શ્રેણી) થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જીનામણીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સફદરજંગ એરપોર્ટ પર સવારે 5.30 વાગ્યે વિઝિબિલિટી ઘટીને 200 થી 500 મીટર થઈ ગઈ હતી. શહેરના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને 200 મીટર થઈ ગઈ છે.

AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હીમાં 33 હવા ગુણવત્તા નિરીક્ષણ કેન્દ્રોમાંથી, 33 ગંભીર શ્રેણીમાં AQI નોંધાયા છે. દિલ્હીની હવાની ગુણવત્તા ગુરુવારે રાત્રે ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી. કારણ કે, લોકો દિવાળી પર સરકારના પ્રતિબંધોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને ફટાકડા ફોડતા હતા. શુક્રવારે સવારે પડોશી શહેરો ફરિદાબાદ (454), ગ્રેટર નોઈડા (410), ગાઝિયાબાદ (438), ગુરુગ્રામ (473) અને નોઈડા (456)માં હવાની ગુણવત્તા શુક્રવારે સવારે ગંભીર શ્રેણીમાં નોંધાઈ હતી.

નિષ્ણાતોએ આગાહી કરી હતી કે, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, સ્ટબલ સળગાવવા, ફટાકડા અને અન્ય સ્થાનિક પરિબળોને કારણે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) મધ્યરાત્રિ સુધીમાં ‘ગંભીર’ શ્રેણીમાં આવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે દિલ્હીમાં ધુમ્મસને કારણે સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સફદરજંગ એરપોર્ટ પર 600-800 મીટરની રેન્જમાં ઓછી વિઝિબિલિટી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ : નવા વરસે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટ ધરાવાયો

આ પણ વાંચોઃ Health : ઘઉંનો લોટ કે મેંદો ? સ્વાસ્થ્ય માટે કયો લોટ છે સુધી વધારે ફાયદાકારક એ જાણો 

 

Next Article