Good News : પોલિયોની વેક્સિન બનાવતી કંપની BIBCOL દર મહિને 1.5 કરોડ કો-વેક્સિનનું ઉત્પાદન કરશે

|

May 12, 2021 | 5:19 PM

દેશમાં કોરોનાના વધતાં કેસ અને કોરોના વેક્સિનની અછત વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલિયોની રસી બનાવતી કંપની ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ કોઓપરેશન (બીઆઇબીસીએલ) ને કોરોનાની રસી ઉત્પન્ન કરવાની મંજૂરી આપી છે.આ કંપની દર મહિને 1.5 કરોડ કોવેક્સિનનું ઉત્પાદન કરશે.

Good News : પોલિયોની વેક્સિન બનાવતી કંપની BIBCOL દર મહિને 1.5 કરોડ કો-વેક્સિનનું ઉત્પાદન કરશે
BIBCOL દર મહિને 1.5 કરોડ કો-વેક્સિનનું ઉત્પાદન કરશે

Follow us on

દેશમાં Corona ના વધતાં કેસ અને કોરોના વેક્સિનની અછત વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલિયોની રસી બનાવતી કંપની ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ કોઓપરેશન (બીઆઇબીસીએલ) ને કોરોનાની રસી ઉત્પન્ન કરવાની મંજૂરી આપી છે.આ કંપની દર મહિને 1.5 કરોડ કોવેક્સિનનું ઉત્પાદન કરશે.

Tv9 Vaccine Abhiyan

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં Corona ની રસી કોવેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પોલિયોની રસી બનાવતી કંપની ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ કોઓપરેશન (બીઆઇબીસીએલ) ને આ રસી ઉત્પન્ન કરવાની મંજૂરી આપી છે. કંપની દર મહિને 1.5 કરોડ કોવાક્સિનનું ઉત્પાદન કરશે. રસીના અભાવ અંગેની ચર્ચા વચ્ચે સમગ્ર દેશ માટે આ રાહતના સમાચાર છે.

દેશમાં રસીના અભાવથી સમસ્યા ઊભી થઈ છે. તેમ છતાં તમામ સરકારો  રસી આપવાના સંચાલનમાં વ્યસ્ત છે. આ જ ક્રમમાં જાણ કરવામાં આવી છે કે સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીસીએ) એ દેશભરની ત્રણ કંપનીઓને રસીના ઉત્પાદનની જવાબદારી સોંપી છે. તેમાંથી એક એકમ ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજિકલ કોઓપરેશન (બિબકોલ) છે જે બુલંદશહેરમાં છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બુલંદશહેરના તાલુકા વિસ્તારમાં ચોલા ગામની બિબકોલ કંપની બીજી મોટી રસી ઉત્પાદક છે. અહીં દર વર્ષે પોલિયો રસીના 150 કરોડ ડોઝ બનાવીને તૈયાર કરવામાં આવે છે અને સરકારને ઉપલબ્ધ કરવામાં આવે છે. આરોગ્ય મંત્રાલયે 30 કરોડના બજેટને મંજૂરી આપી છે. હવે બિબકોલ કંપની કોરોના રસીના 1.5 કરોડ ડોઝ તૈયાર કરશે અને સરકારને ઉપલબ્ધ કરાવશે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બિબકોલ કંપની ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસની રસી તૈયાર કરશે અને સરકાર સુધી પહોંચાડશે. બિબકોલ કંપનીમાં હલચલ તેજ થઈ છે. દિવસ-રાત કંપનીના કર્મચારી કોરોના રસીની તૈયારીમાં વ્યસ્ત છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર પણ સતત કંપનીમાં નિરીક્ષણ માટે જઇ રહ્યા છે, બિબકોલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ કોરોના રસી બનાવવાની પુષ્ટિ કરી છે.

Published On - 5:11 pm, Wed, 12 May 21

Next Article