PM નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે

|

Oct 18, 2024 | 4:46 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર આગામી 22-23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે આજે 18મી ઓક્ટોબરને શુક્રવારે આ જાણકારી આપી છે. બ્રિક્સ સમિટની 16મી બેઠક રશિયાના કઝાન ખાતે યોજાશે.

PM નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ આગામી 22 થી 23 ઓક્ટોબર 2024 દરમિયાન રશિયાની મુલાકાત લેશે. PM મોદી 16મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે. બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદીને, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આમંત્રણ આપ્યું છે.
વખતે બ્રિક્સ સમિટની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી તેમની રશિયાની મુલાકાત દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના તેમના સમકક્ષો અને કઝાનમાં આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે. આ વર્ષની BRICS સમિટની થીમ ‘વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવી’ છે.

સમિટમાં બ્રિક્સ પહેલ

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સંમેલન નેતાઓને વિશ્વના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરશે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે આ સમિટ બ્રિક્સ દ્વારા લેવામાં આવેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરશે અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની મૂલ્યવાન તક પણ પૂરી પાડશે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહેશે. માનવામાં આવે છે કે બ્રિક્સ સંમેલન સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રશિયામાં હાજર ઘણા દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓને મળશે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

પુતિન અને જિનપિંગ સાથે મુલાકાત

જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલ મુલાકાત પછી, બંને નેતાઓ વચ્ચે ફરીથી ઓક્ટોબરમાં દ્વિપક્ષીય વાટાઘાટો નક્કી કરવામાં આવી છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરે તેવી પ્રબળ શક્યતા છે. વર્ષ 2020માં ગલવાન ઘાટી સંઘર્ષ બાદ પહેલીવાર મોદી-જિનપિંગની મુલાકાત થવાની સંભાવના છે. આ પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વિદેશ મંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથેની બેઠક દરમિયાન મોદી-જિનપિંગની સંભવિત બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પીએમ મોદી રશિયાના કઝાનમાં હાજર અન્ય ઘણા સભ્ય દેશોના નેતાઓને મળવા પણ શક્ય છે.

આ વખતે બ્રિક્સ સંમેલન છે ખાસ

બ્રિક્સ સંગઠનના વિસ્તરણ બાદ રશિયામાં આયોજિત બ્રિક્સ સંમેલનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રશિયા સતત બ્રિક્સ ચલણ વિશે વાત કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ડોલરને લઈને અમેરિકન મનસ્વીતાને રોકવા માટે બ્રિક્સના સભ્ય દેશો વૈકલ્પિક ચલણ લઈને આવી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત બાદ આ પહેલીવાર છે, જ્યારે રશિયામાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સંગઠનમાં પાંચ નવા સભ્ય દેશો જોડાયા

રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇઝરાયેલ-મધ્ય પૂર્વ સંઘર્ષને ધ્યાનમાં રાખીને, BRICS સમિટમાં લેવાયેલા નિર્ણયોની દૂરગામી અસરો હશે. પચાસથી વધુ દેશોએ બ્રિક્સમાં સભ્યપદ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા શરૂ કરાયેલા આ સંગઠનમાં પાંચ નવા સભ્ય દેશો જોડાયા છે. જેમાં ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાતના નામ સામેલ છે. વિશ્વની 45 ટકા વસ્તી ધરાવતા આ સંગઠનની વૈશ્વિક જીડીપીમાં 28 ટકા ભાગીદારી છે.

Next Article