પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શરદ પવારની એનસીપીને વોટ આપો, પણ એક શરત છે !
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, જો તમારે ગાંધી પરિવારના પુત્ર-પુત્રીઓનું ભલું કરવું હોય તો કોંગ્રેસને મત આપો. જો તમારે શરદ પવારની દીકરીનું ભલું કરવું હોય તો NCPને મત આપો. જો તમારે લાલુ પરિવારના પુત્રોનું ભલું કરવું હોય તો આરજેડીને મત આપો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે સહિત વિપક્ષના અનેક નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે NCP સાથે જોડાયેલા કૌભાંડો 70 હજાર કરોડના છે. તેમણે વચન આપ્યું કે તે કૌંભાડ કરનાર કોઈને પણ છોડશે નહીં. પીએમ મોદીએ કરેલા પ્રહારના જવાબમાં શરદ પવારે કહ્યું કે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી ત્યારે ભાજપ નારાજ થઈ ગયું.
શરદ પવારની પાર્ટી NCP એ 70000 કરોડનું કૌભાંડ કર્યું છે. તેમના ભ્રષ્ટાચારની યાદી લાંબી છે. પટનામાં તમામ ભ્રષ્ટાચારીઓએ હાથ મિલાવ્યા છે. દરેક વ્યક્તિ પોતાના બાળકોની ચિંતા કરે છે. શરદ પવારને તેમની પુત્રી સુપ્રિયા સુલેની ચિંતા છે. તેઓ બધા એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો વિરોધ પક્ષો એકબીજાના ભ્રષ્ટાચારને ડામવાની બાંયધરી આપતા હોય તો હું તમને ખાતરી આપું છું કે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને હું બક્ષીશ નહીં. તેમ પીએમ નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ભોપાલમાં આ વાત કહી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મારું બૂથ સૌથી મજબૂત બૂથ’ કાર્યક્રમ હેઠળ આયોજિત સભાને સંબોધિત કરી રહ્યા હતા. બૂથ કાર્યકરો સાથે વાતચીત કરવા ઉપરાંત તેમણે પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનાને કારણે તેનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું હતું. આજે તેને ફ્લેગ ઓફ કર્યા બાદ પીએમ મોદીએ પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેનાર શરદ પવારની એનસીપી સહિત તમામ રાજકીય પક્ષો પર જોરદાર વાકપ્રહારો કર્યા હતા.
જ્યારે પત્રકારોએ શરદ પવારને પીએમ નરેન્દ્ર મોદીના હુમલાઓ પર તેમની પ્રતિક્રિયા માટે પૂછ્યું ત્યારે શરદ પવારે કહ્યું કે જ્યારે વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવે છે ત્યારે ભાજપ નારાજ થઈ જાય છે. આ વાતો ગુસ્સામાં કહી છે.
શરદ પવારની NCPના નામે 70,000 કરોડનું કૌભાંડ, PM મોદીએ કહ્યું
પીએમ મોદીએ કહ્યું કે, શરદ પવારની એનસીપી પર લગભગ સિત્તેર હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં કૌભાંડો થયા ન હોય. હવે ભાજપના કાર્યકરોએ થોડો પ્રયત્ન કરીને પોતાના કૌભાંડીઓનું મીટર વધારવું જોઈએ એટલે કે તેમના વધુ કૌંભાડ બહાર આવે તેવુ કરવું જોઈએ. વાસ્તવમાં પીએમ મોદી પોતાના કાર્યકર્તાઓને કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેઓ વિપક્ષી પાર્ટીઓના કૌભાંડોને બહાર લાવવા માટે તકેદારી વધારવી જોઈએ.
જો તમારે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેનો વિકાસ જોઈતો હોય તો NCPને મત આપો.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે જો તમારે ગાંધી પરિવારના પુત્ર-પુત્રીઓનું ભલું કરવું હોય તો કોંગ્રેસને મત આપો. જો તમારે શરદ પવારની દીકરીનું ભલું કરવું હોય તો NCPને મત આપો. જો તમારે લાલુ પરિવારના પુત્રોનું ભલું કરવું હોય તો આરજેડીને મત આપો. જો તમારે મુલાયમ સિંહ યાદવના પુત્રનું ભલું કરવું હોય તો સમાજવાદી પાર્ટીને મત આપો. અબ્દુલ્લા પરિવારના પુત્રનું ભલું કરવું હોય તો નેશનલ કોન્ફરન્સને મત આપો. જો તમારે કે ચંદ્રશેખર રાવની દીકરીનું ભલું કરવું હોય તો BRSને મત આપો. જો તમારે કરુણાનિધિના પુત્રનું ભલું કરવું હોય તો ડીએમકેને મત આપો. પણ એક વાત ધ્યાનમાં રાખો. જો તમારે તમારા પરિવારના બાળકોનું ભલું કરવું હોય તો ભાજપને મત આપો.
15 વિપક્ષી પાર્ટીઓની એકતા જોઈને પીએમ મોદી ડરી ગયા – શરદ પવાર
પીએમ મોદીના આ હુમલાના જવાબમાં શરદ પવારે કહ્યું કે તેઓ 15 વિપક્ષી પાર્ટીઓની એકતા પચાવી શક્યા નથી. સુપ્રિયા સુલેનું નામ લેવાની જરૂર નહોતી. તેણી આવી કોઈ સંસ્થા સાથે સંબંધ ધરાવતી ન હતી. વિપક્ષી પાર્ટીઓની એકતા જોઈને પીએમ મોદી અને બીજેપી ચોંકી ગયા છે. વંચિત બહુજન આઘાડીના વડા અને બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે કહ્યું કે, ભાજપનો ભ્રષ્ટાચાર હજુ તો બહાર ક્યાં આવ્યો છે. જ્યારે ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જાણજો.