AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVની સ્ક્રિન પર એક તરફ રાહુલ તો બીજી તરફ PM મોદીઃ ભાજપનો દાવો 300 પાર, રાહુલે કહ્યું ચૂંટણી પંચ એકતરફી

લોકસભા 2019ની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. અને યુદ્ધ મેદાનમાં જેવી રીતે ઝંડાઓ ઉતારી લેવામાં આવે તેમ નેતાઓના પોસ્ટરો પણ ઉતારી લેવાયા હશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ટીવીની સ્ક્રિન કંઈક અજબ ચિત્ર પ્રસારીત કરી રહી હતી. એક તરફ PM મોદી તો બીજી સ્ક્રિન પર રાહુલ ગાંધી બેઠા હતા. આ પણ વાંચોઃ નથુરામ […]

TVની સ્ક્રિન પર એક તરફ રાહુલ તો બીજી તરફ PM મોદીઃ ભાજપનો દાવો 300 પાર, રાહુલે કહ્યું ચૂંટણી પંચ એકતરફી
| Updated on: May 17, 2019 | 1:14 PM
Share

લોકસભા 2019ની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. અને યુદ્ધ મેદાનમાં જેવી રીતે ઝંડાઓ ઉતારી લેવામાં આવે તેમ નેતાઓના પોસ્ટરો પણ ઉતારી લેવાયા હશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ટીવીની સ્ક્રિન કંઈક અજબ ચિત્ર પ્રસારીત કરી રહી હતી. એક તરફ PM મોદી તો બીજી સ્ક્રિન પર રાહુલ ગાંધી બેઠા હતા.

આ પણ વાંચોઃ નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

પ્રચારના અંતિમ દિવસે ભાજપના કાર્યલાય ખાતેથી અમિત શાહ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં PM મોદી પણ હાજર રહ્યા હતા. તો આ જ સમયે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પહેલા ભાજપની પત્રકાર પરિષદ વિશે વાત કરીએ તો, અમિત શાહ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ ફરી એક વખત જંગી બહુમતથી એટલે 300 બેઠક સાથે સરકારનું ગઠન કરવા જઈ રહી છે. સાથે 5 વર્ષના કાર્યકાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું પણ તારણ સામે રાખ્યું હતું.

વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે જે લોકો એવું કહી રહ્યા છે કે, તમારે ચૂંટણી પ્રચારનો રેકોર્ડ કાઢીને જોઈ લેવુ જોઈએ કે ભાજપના નેતાઓએ વિકાસની સૌથી વધુ વાત કરી છે. તો બીજી તરફ PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે લોકતંત્ર એ ભારતની સૌથી મોટી તાકાત છે. અને લોકતંત્રની તાકાત વિશે દુનિયાને પણ જાણ થવી જોઈએ.

રાહુલ ગાંધીની પણ પત્રકાર પરિષદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ચાલી રહી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંપૂર્ણ નિવેદનમાં કહ્યું કે આ વખતે ચૂંટણીપંચ એકતરફી રહ્યું છે. તેમણે અગાઉ પણ ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

મહત્વની વાત એ પણ છે કે, પ્રધાનમંત્રી તરીકે 5 વર્ષમાં PM મોદીએ પ્રથમ પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો. ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. તો તેમની સાથે નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.  રાહુલ ગાંધીએ કહ્યું કેPM મોદી પોતે પત્રકાર પરિષદ નથી કરી રહ્યા પણ તેઓ અમિત શાહની સાથે હાજર રહેવાના છે. અને કેટલાક પત્રકારોને હાજર ન રહેવા દેવા માટે દરવાજા પણ બંધ કરી દેવાયા છે.

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">