Mann KI Baat: PM MODIએ કહ્યું કે કોરોનાનાં તોફાને દેશને હચમચાવી મુક્યો, કોરોના દુ:ખ અને ધીરજ બંનેની પરીક્ષા, વેક્સિન લો અને અફવાથી દુર રહો

|

Apr 25, 2021 | 11:33 AM

Mann KI Baat: PM MODI એ દેશવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સામે સરકાર બિલકુલ સજ્જ છે. કોરોના સામે તાકાતથી લડવાની જરૂર છે. કોરોનાનાં કારણે લોકોઓ પોતાનાને ગુમાવ્યા છે. કોરોના ધીરજ અને દુ:ખ બંનેની પરીક્ષા લઈ રહ્યો છે. કોરોના સામે દેશની લડાઈ પુરી તાકાતથી જારી છે.

Mann KI Baat: PM MODIએ કહ્યું કે કોરોનાનાં તોફાને દેશને હચમચાવી મુક્યો, કોરોના દુ:ખ અને ધીરજ બંનેની પરીક્ષા, વેક્સિન લો અને અફવાથી દુર રહો
Mann KI Baat : PM MODIએ કરી મન કી બાત, કહ્યું કે કોરોનાનાં તોફાને દેશને હચમચાવી મુક્યો, કોરોના દુ:ખ અને ધીરજ બંનેની પરીક્ષા

Follow us on

Mann KI Baat: PM MODI એ દેશવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના સામે સરકાર બિલકુલ સજ્જ છે. કોરોના સામે તાકાતથી લડવાની જરૂર છે. કોરોનાનાં કારણે લોકોઓ પોતાનાને ગુમાવ્યા છે. કોરોના ધીરજ અને દુ:ખ બંનેની પરીક્ષા લઈ રહ્યો છે. કોરોના સામે દેશની લડાઈ પુરી તાકાતથી જારી છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોના સામે સાચી માહિતિ લેવી હોય તો સાચા સોર્સથી જ માહિતિ લેવી જોઈએ. આપણા ડોક્ટર પણ ફોન અને મોબાઈલ પર સાચું કાઉન્સલિંગ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે વિવિધ તજજ્ઞ ડોક્ટરો સાથે વાત કરી અને દેશવાસીઓને સાચી માહિતિ મળે તે માટે પ્રયત્ન કર્યા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 1 મેથી 18 વર્ષની ઉપરનાં લોકોને હવે રસી લાગવાની શરૂઆત થઈ જશે. ભારત સરકારે આ અભિયાનને વિનામૂલ્યે શરૂ કર્યું છથે. વેક્સિનને લઈને ફેલાવવામાં આવતા અફવા પર ધ્યાન નહી આપવા માટે તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તજજ્ઞો સાથે વાત ચાલી રહી છે. કોરોનાને લઈને તેમણે વિવિધ ડોક્ટર સહિત નર્સની સાથે વાત કરીને તેમણે તેમના અનુભવો જાણ્યા હતા. આ અનુભવનાં આધારે દેશવાસીઓએ પણ ચાલી રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોનાને લઈને અનેક બેઠકો કરી છે. કોરોના સામે મજબુતાઈ પૂર્વક લડવાની જરૂર છે. તેમણે એમ્બ્યુલન્સ ચાલક સાથે વાત કરીને બધા ડ્રાઈવરોને સંદેશ આપતા જણાવ્યું કે આ જ રીતે કામ કરતા રહો. એમ્બ્યુલન્સ ડ્રાઈવરે જ્યારે કહ્યું કે તેની માતાએ તેને જોબ છોડી દેવા માટે જણાવ્યું હતું ત્યારે તેણે કહ્યું કે બધા જ જોબ છોડી દેશે તો કોમ કઈ રીતે આગળ ચાલશે. આજ વાત પર મોદીજીએ તેમને વધાવી લીધી હતા.

PM Modiએ મન કી બાતમાં જણાવ્યું કે ડોક્ટરોની જવાબદારી ઘણી મોટી છે. ફ્રન્ટલાઈન વર્કસ ભગવાની જેમ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના જ સૌથી મોટી વિચારવાની વાત છે તેને હરાવવો આપણી પ્રાથમિક્તા છે. ભારત સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવી રહેલી વેક્સિનને બધાએ લગાડવાની છે. “દવાઈ ભી અને કડાઈ ભી” આ મંત્ર ક્યારેય આપણે ભુલવાનો નથી.

Published On - 11:11 am, Sun, 25 April 21

Next Article