સરકારી વિભાગ ખરીદશે સોલારનો મેક ઈન ઈન્ડિયા સામાન, આયાત પર નિર્ભરતા ઓછી: PM મોદી

|

Sep 25, 2020 | 2:18 PM

વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના રીવા સ્થિત સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. જેની વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી. સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આજે રીવાએ ઈતિહાસ રચી દીધો છે. જ્યારે અમે આ પ્લાન્ટનો વીડિયો આકાશમાંથી જોઈએ છે તો લાગે છે હજારો સોલાર પેનલ પાક બનીને લહેરાઈ રહી છે. રીવાનો […]

સરકારી વિભાગ ખરીદશે સોલારનો મેક ઈન ઈન્ડિયા સામાન, આયાત પર નિર્ભરતા ઓછી: PM મોદી

Follow us on

વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના રીવા સ્થિત સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ. આ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. જેની વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી. સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આજે રીવાએ ઈતિહાસ રચી દીધો છે. જ્યારે અમે આ પ્લાન્ટનો વીડિયો આકાશમાંથી જોઈએ છે તો લાગે છે હજારો સોલાર પેનલ પાક બનીને લહેરાઈ રહી છે. રીવાનો સોલાર પ્લાન્ટ આ સમગ્ર ક્ષેત્રને ઉર્જાનું કેન્દ્ર બનાવશે. તેનાથી મધ્યપ્રદેશના લોકોને લાભ મળશે અને દિલ્હીમાં મેટ્રોને પણ વીજળી મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાને કહ્યું કે હવે રીવાના લોકો શાનથી કહેશે કે દિલ્હીની મેટ્રો અમારા રીવાથી ચાલે છે. તેનો લાભ મધ્યપ્રદેશના ગરીબ, મધ્યમવર્ગીય લોકો, ખેડૂતો અને આદિવાસીઓને થશે. આજે ભારત સોલાર ઉર્જાના મામલે ટોપના દેશોમાં સામેલ છે. કોરોના સંકટ દરમિયાન ખેડૂતોએ રેકોર્ડબ્રેક પાકનું ઉત્પાદન કર્યુ અને સરકારે તેને ખરીદ્યુ. જલ્દી જ મધ્યપ્રદેશના ખેડૂતો વીજળી પેદા કરવાને રેકોર્ડ પણ તોડી દેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હવે આપણે સોલાર પ્લાન્ટથી જોડાયેલા સામાનને ભારતમાં બનાવવામાં આવશે. આત્મનિર્ભર ભારત હેઠળ આયાત પર તેની નિર્ભરતા ઓછી કરવામાં આવશે અને તેના ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે. હવે સરકારનો કોઈ પણ વિભાગ જો કોઈ સોલાર પ્લાન્ટથી જોડાયેલો કંઈક સામાન લે છે તો તે મેક ઈન ઈન્ડિયાને જ ખરીદશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:51 am, Fri, 10 July 20

Next Article